Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુજરાતી લોકો પ્રસંગો મન ભરીને માણી શકે તે માટે સોનલ રાવલ સતત સક્રિય

રાજકોટ, તા. ૯ :  દુબઇ ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સોનલબેન રાવલ પણ ગુજરાતી જ છે તેઓ ઘણા વર્ષોથી દુબઇ સ્થાયી થયા છે.

સોનલબેન રાવલ કલાસીક કોન્સેપ્ટના નામે દુબઇમાં અવાર-નવાર ગુજરાતી પરિવાર માટે સામાજીક કાર્યક્રમો રાખે છે. જેમાં રાસ-ગરબા, પતંગોત્સવ, હાસ્ય દરબાર જેવા કાર્યક્રમનું સફળ આયોજન કરી ચુકયા છે.

સોનલબેન રાવલ પણ દુબઇમાં વસતા ગુજરાતી પરિવાર વચ્ચે તાલમેલ રહે અને ગુજરાતી પ્રસંગોને બધા દુબઇમાં રહી મન-ભરી માણી શકે તે માટે હંમેશા કાર્યરત રહે છે.

(2:58 pm IST)