Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પ્રિતેશ અનડકટે માત્ર બે વર્ષમાં દુબઇમાં વસતા ગુજરાતીઓના દિલ સામાજીક કાર્યક્રમોના સંગાથે જીતી લીધા

રાજકોટ, તા. ૯ :  દુબઇ ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક પ્રિતેશભાઇ અનડકટ મુળ રાજકોટના છે અને થોડા સમયથી દુબઇ ખાતે સ્થાયી થયા છે અને ત્યાં પોતાનો ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટનો વ્યવસાય કરે છે.

એ.કે. પી., અક્ષ ગોલ્ડ અને પર્લ બીડસ જનરલ ટ્રેડીંગના નામે પ્રિતેશભાઇએ દુબઇમાં ટુંકા ગાળામાં ખુબ જ પ્રગતિ કરી છે.

માત્ર બે વર્ષમાં દુબઇમાં વસતા ઘણા ગુજરાતીઓના દીલ સામાજીક કાર્યો કરી જીતી લીધા છે.

પ્રિતેશભાઇ અનડકટ અને સોનલબેન રાવલ સાથે મળી અનેક ગુજરાતીઓ માટેનાં કાર્યક્રમો કરે છે.

(2:57 pm IST)