Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દેશ માટે રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની જરૂરિયાત :ભાજપ નેતા ડો સુબ્રમણ્યમ સ્વામી

21 મી સદીમાં, ફક્ત બે રાજ્યોએ આ કાયદો લાગુ કર્યો.

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ, ધાર્મિક સ્વતંત્રતા અંગે વિશેષ કાયદાની માંગ કરી છે.

 ટ્વિટર પર ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, દેશને રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની જરૂર છે. આવા કાયદા કેટલાક રાજ્યોમાં, પહેલેથી જ છે. 21 મી સદીમાં, ફક્ત બે રાજ્યોએ આ કાયદો લાગુ કર્યો. એક તમિલનાડુમાં જયલલિતાએ કર્યો હતો, પરંતુ તેમણે સોનિયા ગાંધી સાથેના ગુસ્સાને કારણે, આ નિર્ણયને પાછો લીધો હતો. બીજુ રાજ્ય વીરભદ્રસિંહના નેતૃત્વમાં હિમાચલ પ્રદેશ હતુ.

(12:42 pm IST)