Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વેક્સિનના એક ડોઝ માટે સામાન્ય લોકોએ 2022 સુધી રાહ જોવી પડશે : AIIMSના ડાયરેક્ટરની સપષ્ટ વાત

રસીકરણથી કોરોના વાયરસનું સંક્રમણ સમાપ્ત થશે નહીં: કોરોનાના નિયમો જેવા કે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક લગાવવું, હાથ સેનેટાઇઝ કરવા સહિતનું પાલન કરવું પડશે : ડો, ગુલેરીયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ જંગ બાદ હવે લોકો આતુરતાપૂર્વક વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે પરંતુ તે માટે સામાન્ય લોકોએ લગભગ 2022 સુધી રાહ જોવી પડી શકે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અનુસાર વેક્સિનના એક ડોઝ માટે સામાન્ય લોકોએ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. રણદીપ ગુલેરિયા ભારતમાં કોરોના વાયરસ મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલા 'રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ'ના સભ્ય પણ છે. CNNને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા દેશની જનસંખ્યા ખુબ વધુ છે. પરંતુ વેક્સિન સમયની જરૂરીયાત છે. તેવામાં લિમિટેડ વેક્સિન સમય પર બજારમાં ઉપલબ્ધ કરાવવી ખરેખર એક આદર્શ સ્થિતિ હશે

 

  ડો. ગુલેરિયાએ આગળ કહ્યુ કે, આપણે સૌથી વધુ ધ્યાન વેક્સિનના ડિસ્ટ્રીબ્યૂશન પર આપવું પડશે, જેથી તે દેશના દરેક ભાગ સુધી પહોંચી શકે. તેમણે કહ્યું, કોલ્ડ ચેન બનાવી રાખવી, પર્યાપ્ત સીરિંજ, પૂરતી સોઈ હોવી અને દેશના દૂરના વિસ્તારો સુધી તેની પહોંચ સરળ બનાવવી, આ સૌથી મોટો પડકાર છે. તો બીજો સૌથી મોટો પડકાર વેક્સિનની સ્થિતિની જાણકારી મેળવવાનો છે, જે બાદમાં સામે આવશે અને પહેલાની તુલનામાં વધુ પ્રભાવી હોઈ શકે છે.

 એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું, 'તેથી જો બાદમાં આપણી પાસે બીજી રસી આવે છે અને તે પહેલાથી વધુ પ્રભાવી હોય છે, તો આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ? આપણે કોર્સ કરેક્શન કઈ રીતે કરીએ છીએ? પછી તે કેમ નક્કી કરીએ કે કોને રસી એની જરૂર છે અને કોને રસી બીની જરૂર છે?' આવા ઘણા મહત્વના નિર્ણય લેવાની જરૂર છે. 

આ સિવાય રણદીપ ગુલેરિયાએ તે પણ કહ્યું કે, રસીકરણથી કોરોના વાયરસનું સંક્રમણ સમાપ્ત થશે નહીં. ભારતે શુક્રવારે ઘણા દેશોને માહિતગાર કર્યા કે વેક્સિન ઉત્પાદનમાં પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી દેશે અને કોરોના વાયરસ સંકટ સામે લડવા માનવતાની મદદ કરશે. રસીકરણ બાદ પણ આપણે કોરોનાના નિયમો જેવા કે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક લગાવવું, હાથ સેનેટાઇઝ કરવા વગેરેનું પાલન કરવું પડશે. આ પ્રયાસો બાદ આ મહામારી કાબૂ કરતા સમાપ્ત કરી શકાય છે. બાકી કેસ પૂરા ન થવાની સ્થિતિ ઉભી થઈ શકે છે

(12:00 am IST)