Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનને શુભેચ્છા પાઠવવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ધન્યવાદ આપજો : ભારત સાથેની મૈત્રીને યાદ કરી પ્રજાસત્તાક પર્વ ઉપર વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરજો : હું ઘોડા માટે પાણી લાવી શકું , તેને પીવડાવી ન શકું : ભાજપ આગેવાન સુબ્રમણિયમ સ્વામીની ટવીટરના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ટકોર

ન્યુદિલ્હી : ભાજપ આગેવાન સુબ્રમણિયમ સ્વામીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ટવીટરના માધ્યમ દ્વારા ટકોર કરી છે.જેમાં જણાવ્યું છે કે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનને ભલે તમે શુભેચ્છા પાઠવો પણ જુના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ ધન્યવાદ દેવાનું ભૂલશો નહીં.તેઓને ભારતના પ્રજાસત્તાક પર્વ ઉપર વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ આપજો.

તેમણે ઉમેર્યું હતું કે હું ઘોડા માટે પાણી લાવી શકું ,તેને પીવડાવી ન શકું.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર  મોદીએ શુભેચ્છા પાઠવી છે.તથા બંને દેશો વચ્ચેના સબંધ વધુ દ્રઢ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.તેમજ સૌપ્રથમવાર વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસને પણ અભિનંદન આપી તેમના માટે ગૌરવ વ્યક્ત કર્યું છે.તેવા સંજોગોમાં સુબ્રમણિયમ સ્વામીએ ઉપરોક્ત ટકોર કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)