Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

CVC સમક્ષ હાજર થયા આલોક વર્મા, ભ્રષ્ટાચારના આરોપો મામલે આપ્યો આ જવાબ

નવી દિલ્‍હી : સીબીઆઈના નિદેશક આલોક વર્મા સીવીસી સમક્ષ રજૂ થયા છે. તપાસ પૂર્ણ થવા સુધી ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા આલોક વર્માએ પોતાના ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે જવાબ આપ્યો છે. તેમણે લાંચ સહીતના અન્ય તમામ પ્રકારના આરોપોને રદિયો આપ્યો છે. આલોક વર્મા વિરુદ્ધ તપાસ સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની ફરિયાદ પર થઈ રહી છે.

સીબીઆઈનાનિદેશકે હૈદરાબાદના કારોબારી સતીષ સના પાસેથી ત્રણ કરોડ રૂપિયાની કથિત લાંચ લેવાનાઆરોપમાં સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.ત્યાર બાદ અસ્થાનાએ સીબીઆઈ નિદેશક પર મામલામાં આરોપીને બચાવવા માટે બે કરોડરૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. બંને અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ જાહેર થઈચુક્યો છે. મામલે બંનેને સરકારે સીવીસીની ભલામણ પર ફોર્સ લીવ પર મોકલ્યા છે. આસિવાય ઘણાં અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે.

(4:00 pm IST)