Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

તેજસ્વીને જન્મદિવસના અભિનંદન આપવા પાંચ દિ 'થી ગૂમ તેજ પ્રતાપ દિલ્હી પહોંચ્યા

રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આજે એટલે કે 9 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જયારે બીજી બાજુ પોતાની પત્નીને તલાકની અરજી આપીને ઘણા દિવસથી લાપતા ચાલી રહેલા તેજ પ્રતાપ 5 દિવસ પછી આજે સામે આવ્યા છે. તેમને  જણાવ્યું કે તેઓ તેજસ્વીને જન્મદિવસના અભિનંદન આપવા માટે દિલ્હી આવ્યા છે.

  તેજ પ્રતાપ વિના લાલુ પરિવારની દિવાળી ફીકી રહી હતી  દિવાળીના દિવસે તેમના આવાસ પર રોનક પણ જોવા મળી ના હતી. જયારે ભાઈ સાથે જન્મદિવસ ઉજવવા માટે તેજસ્વી યાદવ ત્રણ દિવસથી દિલ્હી પહોંચ્યા છે. તેજ પ્રતાપે કહ્યું કે તેઓ તેજસ્વીના જન્મદિવસ પર ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેજસ્વી આજે 29 વર્ષના થઇ ચુક્યા છે.

(3:40 pm IST)