Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સરકારે રિઝર્વ બેન્ક પાસે કોઈ પૈસા માંગ્યા નથી :મોદી સરકારનો રદિયો

નવી દિલ્હી :કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મીડિયામાં આવેલા અહેવાલોને ટાંકીને એવો આરોપ  લગાવ્યો હતો કે, નરેન્દ્રભાઈ  મોદીની તરંગી યોજનાઓને કારણે દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યુ છે અને એ અર્થતંત્રને બેઠું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગે છે.રાહુલ ગાંધીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટેલને વિનંતી કરી હતી કે, નરેન્દ્ર મોદીની આ નીતિ સામે અડગ રહે અને દેશને બચાવે.

 

 

  બીજીતરફ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ એવો દાવો કર્યો હતો કે, અર્થતંત્રની હાલત ખરાબ હોવાથી મોદી સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પર દબાણ કરી રહી છે. સરકાર રજકોષિય ખાદ્યના સંકટમાંથી પસાર થઇ રહી છે. ચૂંટણી આવી રહી છે એટલા માટે સરકાર ખર્ચ કરવા માંગે છે. બધા રસ્તાઓ બંધ થઇ જતા હવે મોદી સરકારની નજર આર.બી.આઇનાં રિઝર્વ પૈસા પર પડી છે”
  જો કે, નરેન્દ્રભાઈ મોદી સરકારે આ વાતને અફવા ગણાવી હતી અને રદિયો આપ્યો કે, આવી કોઇ વાત નથી. સરકારે આર.બી.આઇ પાસે કોઇ પૈસા માંગ્યા નથી. આર્થિક બાબતોનાં સચિવ સુભાષ ચંન્દ્રા બોઝએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

(3:18 pm IST)