Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

અફઘાનિસ્તાનમાં શાંત સ્થાપવાના પ્રયત્નો હેઠળ તાલિબાનની સાથે પહેલી વખતે વાતચીત કરશે ભારત, ઉમર અબ્દુલ્લાએ કરી ટિપ્પણી

અફઘાનિસ્તાનમાં સાંતિ સ્થાપવાના પ્રયત્નો હેઠળ ભારત શુક્રવારે પહેલી વખત આતંકી સંગઠન તાલિબાનની સાથે વાતચીત કરવા બેસશે. બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિ પણ હાજર રહેશે

રશિયામાં થઇ રહેલી બેઠકમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વના મુદ્દા પર ભારત ચર્ચા કરશે. ભારતે ગુરુવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પર રશિયા દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી બેઠકમાં 'બિનસત્તાવાર સ્તર' પર ભાગ લેશે

વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અમરસિંહા અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જ્યારે ટીસીએ રાઘવન પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈકમિશનર તરીકે કામગીરી કરી ચુક્યા છે. બંને ભૂતપૂર્વ ડિપ્લોમેટ મોસ્કો કાતેની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

રશિયાએ મોસ્કો ફોર્મેટમાં અફઘાનિસ્તાન, ભારત,ઈરાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, પાકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન,ઉજ્બેકિસ્તાન, અમેરિકા અને અફઘાન તાલિબાનોને આમંત્રિત કર્યા છે

ભૂતકાળમાં મોસ્કોફોર્મેટમાં ભારત તરફથી સંયુક્ત સચિવ સ્તરના અધિકારી સામેલ થયા હતા. પરંતુ આમાતાલિબાન સામેલ થયા હતા.

જણાવી દઇએ કે થોડાક દિવસો અગાઉ રશિયા રાષ્ટ્રપતિ પુતિન ભારત પ્રવાસે આવ્યા હતા. દરમિયાન પીએમ મોદી અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઘણા વૈશ્વિક મુદ્દા પર વાતચીત કરી હતી

(1:01 pm IST)
  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST

  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST