Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમેરિકાના મેરીલેન્ડમાં કેપિટલ્સ હાઈએસ્ટમાં ગોળીબાર :બે મહિલા સ્ટાફ મેમ્બર્સનાં મોત

સિનિયર સિટિઝન વસાહતમાં અચાનક ગોળીઓ વરસી : મેનેજમેન્ટનું કામ કરતી બે મહિલાઓનાં મોત

નવી દિલ્હી :  અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા કેપિટલ્સ હાઈએસ્ટમાં એક સિનિયર સિટિઝન રેસિડેન્સી બહાર અંધાધૂંધ ગોળીબાર થયો હતો. એમાં બે મહિલા સ્ટાફ મેમ્બર્સનાં મોત થયા હતા.

મેરિલેન્ડના કેપિટલ્સ હાઈએસ્ટમાં આવેલી સિનિયર સિટિઝન વસાહતમાં અચાનક ગોળીઓ વરસી હતી. વસાહતના મેનેજમેન્ટનું કામ કરતી બે મહિલાઓનાં એ ફાયરિંગમાં મોત થયા હતા.
બે સ્ટાફ મેમ્બર્સને ઠાર કરનારા એ હુમલાખોરને પોલીસે તુરંત પકડી લીધો હતો. એ પછી તેની પૂછપરછ શરૃ કરવામાં આવી હતી. એ હુમલાખોર પણ એ જ વસાહતમાં રહે છે. સિનિયર સિટિઝન માટે યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી એટલે એ કંઈક કરશે - એવું તેણે રેસિડેન્સીમાં રહેતા તેના મિત્રોને કહ્યું હતું. વળતા દિવસે જ તેણે ફાયરિંગ કર્યું હતું.
આ રેસિડેન્સીમાં ૬૨ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને રહેવા માટે ઘર ફાળવવામાં આવે છે. એ સિનિયર ફેસિલિટી તરીકે ઓળખાય છે.
શૂટિંગની ઘટના પછી આસપાસમાં શાળા હોવાથી પોલીસે તાત્કાલિક એક દિવસ માટે શાળા બંધ કરીને બાળકોને સલામત રીતે ઘરે પહોંચાડવાની કાર્યવાહી કરી હતી. આ ફાયરિંગ પાછળનો હુમલાખોરનો હેતુ હજુ સુધી જાણવા મળ્યો ન હતો - એવું પોલીસે કહ્યું હતું.

(12:48 am IST)