Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની જીભ લપસી :શિકાગોની મહિલા મેયર લૌરી લાઈટફૂટને ‘મિસ્ટર મેયર’ તરીકે સંબોધી

ઈલિનોઈસ રાજ્યમાં આપેલા ભાષણમાં વેક્સિન પર બોલતી વખતે ભૂલ કરી

નવી દિલ્હી :  અમેરિકાના રાષ્ટ્ર્પતિ જો બાઈડને ભાષણ દરમિયાન ભૂલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું તાજેતરના ભાષણની ચર્ચા થઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ આ ભાષણ દરમિયાન ભૂલ કરતા જોવા મળ્યા હતા. તેમણે ઈલિનોઈસ રાજ્યમાં આપેલા ભાષણમાં વેક્સિન પર બોલતી વખતે શિકાગોની મહિલા મેયર લૌરી લાઈટફૂટને ‘મિસ્ટર મેયર’ તરીકે સંબોધી હતી. બાઈડને ખાનગી કંપનીઓ માટે તાજેતરમાં જાહેર કરાયેલા રસી ઓર્ડરને પ્રોત્સાહન આપવા માટે ગુરુવારે શિકાગો પહોંચ્યા હતા.

સરકારના આ આદેશ અનુસાર કંપનીમાં કામ કરતા લોકોને કોરોનાની રસી લેવી પડશે અથવા નિયમિત કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. ભાષણ આપતી વખતે બાઈડને રસી સંબંધિત સરકારના આ આદેશનું પુનરાવર્તન કર્યું. તેમણે તે કંપનીની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર ભાષણ આપ્યું હતું. જેણે રસીના આ નિયમનો પહેલા જ અમલ કરી દીધો છે. કંપનીના માલિક ડેમોક્રેટિક પાર્ટીના મોટા ડોનર પણ છે.

શિકાગોની મહિલા મેયર લૌરી લાઈટવુડે બાઈડનના ભાષણ પહેલા ભાષણ આપ્યું હતું. તેમનો આભાર માનતા રાષ્ટ્રપતિએ ભૂલથી ‘મિસ્ટર મેયર’ કહ્યું હતું. લોકો આ ભૂલને લગભગ અવગણી રહ્યા હતા કે બાઈડને બીજી ભૂલ કરી દીધી હતી. આ વખતે તેણે ઈલિયોનિસ સ્ટેટ સેનેટના પ્રમુખને લઈને ભૂલ કરી હતી. બાઈડને કહ્યું હતું કે ‘ધ ઓહિયો પેન્સિલવેનિયા, હું પેન્સિલવેનિયા છું, ઈલિનોઇસ પ્રમુખ જ્હોન હાર્મોન.’ આખરે બાઈડને અધ્યક્ષનું નામ બરાબર રીતે લીધું હતું.

આ પછી તેણે બીજું કોઈ નામ લેતી વખતે તોફાન મચાવ્યું હતું. બાઈડને કહ્યું, ‘રોબર્ટ રાઈટર, રી, રીડર, રીઈટર, રાઈટર.’ પછી તેણે ગડબડ કરી હતી. આ બાદ કહ્યું હતું કે તે ગઈ રાત્રે ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અથવા ટેલિવિઝન પર લોકોને સંબોધતા હતા. બાઈડને કહ્યું, ‘તે ગઈ કાલે રાત્રે ટેલિવિઝન પર હતા. હું ફોન પર કોઈની સાથે વાત કરતો હતો’

(11:21 pm IST)