Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ત્રણ રાજ્યોમાં ભાજપ સત્તા જાળવી રાખે એવી શક્યતા

એબીપીસી વોટર દ્વારા ચૂંટણીવાળા રાજ્યોમાં સર્વે : સર્વેમાં મણિપુર અને પંજાબ વિધાનસભામાં કોઈપણ પક્ષને બહુમતી મળવાની શક્યતા ન હોવાનું જણાવાયું

નવી દિલ્હીતા. : દેશના પાંચ રાજ્યોમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરનો સમાવેશ થાય છે.

એબીપીસી વોટર દ્વારા પાંચે રાજ્યમાં સર્વે કરાવાયો છે અને તેના પરિણામો જાહેર કરાયા છે. જે પ્રમાણે યુપીમાં ફરી એક વખત ભાજપની સરકાર બની રહી છે. ભાજપ ૨૪૧ થી ૨૪૯ બેઠકો, સમાજવાદી પાર્ટી ૧૩૦ થી ૧૩૮ બેઠકો અને બસપા ૨૦ સીટો તથા કોંગ્રેસ થી બેઠકો જીતી શકે છે.

ગોવામાં ભાજપ ફરી સત્તા કબ્જે કરી શકે છે. ગોવામાં ભાજપને ૨૪ થી ૩૮, કોંગ્રેસને થી પાંચ, આપને થી સાત અને અપક્ષોને થી બેઠકો મળવાની શક્યતાઓ છે.

મણીપુરમાં વખતે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગતુ નથી. અહીંયા ભાજપને ૨૧ થી ૨૫, કોંગ્રેસને ૧૮ થી ૨૨ અને એનપીએફને થી બેઠકો મળવાની શક્યતા છે.

ઉત્તરાખંડમાં ભાજપ ૪૨ તી ૪૬ બેઠકો મેળવીને સત્તા જાળવી રાખે તેમ છે. ભાજપને ૪૧ થી ૪૬ તો કોંગ્રેસને ૨૧ થી ૨૫ બેઠકો મળે તેવી શક્યતા છે. અહીંયા આપને કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. તેને ૦ થી ૪ બેઠકો મળે તેમ લાગી રહ્યુ છે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળે તેમ લાગતુ નથી. આપને ૪૯ થી ૭૭, કોંગ્રેસને ૩૯ થી ૪૭ તેમજ અકાલી દળને ૧૭ થી ૨૫ બેઠકો તથા ભાજપને ઝીરો અથવા એક બેઠક મળે તેમ લાગી રહ્યુ છે

(7:08 pm IST)