Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પાક વડાપ્રધાન ઈમરાન ખાને નાણા ઉધાર લેવાના તમામ રેકોર્ડ તોડ્યા

ઈમરાન સરકારે એક વર્ષના કાર્યકાળમાં કુલ દેવામાં ૭,૫૦૯ અબજનો જંગી વધારો કર્યો

ઈસ્લમાબાદ,તા.૯:આર્થિક કંગાળીની હદ પર ઉભેલા પાકિસ્તાનમાં સત્ત્।ારૂઢ ઈમરાન સરકારે પોતાના એક વર્ષના કાર્યકાળમાં સૌથી વધારે દેવું કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સત્ત્।ાવાર આંકડાઓ અનુસાર સરકારે એક વર્ષના કાર્યકાળમાં દેશના કુલ દેવામાં ૭,૫૦૯ અબજ (પાકિસ્તાની) રૂપિયાનો વધારો કર્યો છે. પાકિસ્તાની મીડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર, આ આંકડા સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયને મોકલી આપ્યા છે.

ઓગસ્ટ ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન વિદેશથી ૨૮૦૪ અબજ રૂપિયાનું અને સ્થાનિક સૂત્રો પાસેથી ૪૭૦૫ અબજ રૂપિયાનું દેવું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેન્કના આંકડાઓ અનુસાર હાલના નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં સાર્વજનિક દેવામાં ૧.૪૩ ટકાનો વધારો નોંધાયો છે.

સંધીય સરકારનું આ દેવું વધીને ૩૨,૨૪૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ઓગસ્ટ ૨૦૧૮માંઆ દેવું ૨૪,૭૩૨ અબજ રૂપિયા હતું. મીડિયા અહેવાલ અનુસાર આંકડાઓને ટાંકીને કહેવાઈ રહ્યું છે કે આ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં ૯૬૦ અબજ રૂપિયાનું સરકારી દેવું કર્યું છે જે એક ટ્રિલિયન રૂપિયાના લક્ષ્ય કરતા ઓછું છે.

(3:32 pm IST)