Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

એર ઇન્ડિયાએ તેલ કંપનીઓને ઇંધણ ખરીદીના બાકી રૂ. ૧૦૦ કરોડ ચૂકવ્યા

એક અહેવાલ પ્રમાણે એર ઇન્ડિયાએ સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓ ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હીન્દુસ્તાન  પેટ્રોલિયમને ઇંધણ ખરીદીના બાકી રહેતા રૂ. ૧૦૦ કરોડ ચૂકવ્યા. અહેવાલ પ્રમાણે  આ પહેલા બાકી રહેતી રકમનું ચુકવણું ન કરવાના મામલે એર ઇન્ડીયાને નોટીસ મળી હતી.  એર ઇન્ડિયા આ ત્રણેય કંપનીઓ પાસેથી દર મહીને રૂા. ૬૦૦ કરોડનું ઇંધણ ખરીદે છે.

(11:52 pm IST)