Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ આપ્યું રાજીનામું:ટ્રમ્પે કર્યો સ્વીકાર

નીક્કી હેલીએ સુંદર જોબ કરી,વર્ષાન્તે થોડો બ્રેક લેવા પદત્યાગ કર્યો :ટ્રમ્પ

 

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ રાજીનામું આપ્યું છે જેનો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ સ્વીકાર પણ કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, 'નિક્કી હેલીએ અત્યંત સુંદર જોબ કરી છે, તે વર્ષના અંતમાં થોડો બ્રેક લેવા માટે પદનો ત્યાગ કરી રહી છે.'

નિક્કી હેલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તે વર્ષ 2020ના રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવાર નથી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફરીથી ચૂંટાવાને સમર્થન કરશે. ટ્રમ્પની સૌથી વિશ્વનસનિય સલાહકાર એવી હેલીએ રાજીનામું આપતાં પહેલાં ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પની મુલાકાત કરી હતી અને અંગે ચર્ચા પણ કરી હતી

  46 વર્ષની હેલી ટ્રમ્પ સરકારમાં સીનિયર મોસ્ટ ભારતીય મૂળની અમેરિકન નેતા હતી, જાન્યુઆરી, 2017માં તેને યુએનમાં અમેરિકની રાજદૂત તરીકે નિયુક્ત કરાઈ હતી 

(10:56 pm IST)