Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મુંબઇની અેક યુવતિને સોશ્યલ મીડિયામાં કોલગર્લ તરીકે દર્શાવતા મુસીબત સર્જાઇ

નવી મુંબઈ: સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ ક્યારેક તમારા માટે મોટી મુસીબત પણ થઈ શકે છે. કંઈક આવું જ થયું છે મુંબઈની એક યુવતી સાથે. જેણે કલ્પના પણ નહોતી કરી કે, સોશિયલ મીડિયા પર કોઈ તેને કોલગર્લ તરીકે દર્શાવશે, અને તેનાથી તેને મોટી મુશ્કેલીમાં મૂકાવવું પડશે.

મોર્ફ કરેલા ફોટો મૂકાયા

આ યુવતીના ઘરે અચાનક જ એક દિવસ એક શખ્સ આવી ચઢ્યો, અને તેની સાથે સેક્સની માગ કરવા લાગ્યો હતો. આખરે તપાસ કરતા ખબર પડી કે, કોઈએ તેના નામ પર ફેક ટ્વીટર પ્રોફાઈલ બનાવી છે, અને તેના પર તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ મૂકી દીધા છે. એટલું જ નહીં, આ ટ્વીટર પ્રોફાઈલ પર તે કોલગર્લ હોવાનું દર્શાવાયું હતું, અને ન્યૂડ પિક્ચર્સ પર તેનો ફોટો લગાવી દેવાયો હતો.

અચાનક એક શખ્સ ઘરે આવ્યો, અને…

પોલીસના જણાવ્યા અનુસાર, 05 ઓક્ટોબરના રોજ સાંજે આ યુવતીના ઘરે પ્રદીપ પટેલ નામનો એક શખ્સ પહોંચ્યો હતો. આ શખ્સે દાવો કર્યો હતો કે, યુવતીએ જ તેને બોલાવ્યો છે, અને તેણે તેની સાથે મેસેજની આપ-લે પણ કરી હતી. યુવતીએ તેને કહ્યું કે, તેણે તેને કોઈ મેસેજ કર્યા જ નથી, ત્યારે પ્રદીપે તેને ટ્વીટર પર તેના નામની પ્રોફાઈલ સાથે થયેલા મેસેજ બતાવ્યા હતા.

હકીકત જાણી યુવતી પણ ચોંકી ગઈ

આ યુવતીના ટ્વીટર હેન્ડલ પર તે કોલગર્લ છે તેવું દર્શાવાયું હતું, જે જોઈને તે ચોંકી ઉઠી હતી, અને તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતીએ તે ટ્વીટર હેન્ડલ પણ ચેક કર્યું હતું, જેમાં તેના પર ઢગલાબંધ વલ્ગર ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા. પોીસે આ અંગે ફરિયાદ નોંધીને સાયબર સેલની મદદથી યુવતીની સોશિયલ મીડિયા પર બદનામી કરનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(5:32 pm IST)