Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મોદીને વારાણસીમાં જીતાડનારા લોકોને ગુજરાતમાં બનાવાયા ટાર્ગેટઃ માયાવતી

અમદાવાદ તા.૯: ગુજરાતમાં ઉત્તર ભારતના લોકોને ટાર્ગેટ બનાવવામાં અને તેમના પર હુમલો કરવાના મામલે બસપા પ્રમુખ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અને બીજેપી પર નિશાન સાધ્‍યું હતું.

તેમણે કહયું હતું કે, ‘જે લોકોએ વારાણસીમાં મોદીને જીતાડયા હતા, તેમને વોટ આપ્‍યા હતા, આજે તે લોકોને ગુજરાતમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે, આ દુઃખની વાત છે.' માયાવતીએ કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપી સરકારને ઉત્તર ભારતીય લોકો પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

ગુજરાતમાં હિન્‍દીભાષી પ્રવાસીઓ પર હુમલા બાદ તેમનું સ્‍થળાંતર ઝડપી બન્‍યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્‍યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો છે કે હાલની સ્‍થિતિને જોતા ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ અને બિહારના લગભગ ૨૦ હજાર લોકો ગુજરાત માંથી બહાર નીકળી ગયા છે.

 

(4:33 pm IST)