Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઈમાનદારીથી ટેકસ ભરતા હશો તો ટૂંકમાં જ ટોલ ટેકસની લાઇનમાં ઉભું નહીં રહેવુ પડે

નવી દિલ્હી, તા.પઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર ટેકસ પેયર્સને ગિફ્ટ આપવાની યોજના બનાવી રહી છે. ઇન્કમ ટેકસ વિભાગના સૂત્રો મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસ અંતર્ગત એક કમિટીનું ગઠન થયું છે. જે આ મામેલ પોતાનો રિપોર્ટ સરકારને આપશે. આ પાછળ સરકારનો હેતું ઈમાનદાર ટેકસ દાતાઓને સમ્માનિત કરવાનો અને તેમની તથા સરકારની વચ્ચે એક વિશ્વાસ કાયમ કરવાનો છે.

ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની આ યોજના વર્ષ ૨૦૦૪ પહેલા પણ શરુ હતી. આ યોજનાનું નામ ત્યારે સમ્માન હતું. જે અંતર્ગત ઈમાનદાર ટેકસ પેયરને સમ્માનિત કરવામાં આવતા હતા. જોકે ૨૦૦૪ બાદ શ્ભ્ખ્ સરકારમાં આ યોજાને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. જોકે હાલમાં કેન્દ્ર સરકાર બ્લેક મની અને બેનામી સંપત્ત્િ।ના કાયદા બાદ હવે ઈમાનદાર ટેકસ પેયરનો પણ ભરોસો ફરીથી મેળવવા માટે સરકાર આ યોજના શરુ કરવા માગે છે.

ઈમાનદાર ટેકસ પેયરને સમ્માનિત કરવાની યોજના ભારતમાં જ નહીં પણ જાપાન સહિત અનેક દેશોમાં ચાલે છે. જાપાનમાં ઈમાનદાર ટેકસ પેયરને જાપાનના રાજા સાથે ફોટો કિલક કરવાનો મોકો મળે છે. ફિલિપાઇન્સમાં આવા લોકોને લોટરીમાં મોકો મળે છે. જયારે દ. કોરિયામાં આવા ઈમાનદાર ટેકસ પેયરને એક સર્ટિફિકેટ ઇશ્યુ થાય છે જેને દર્શાવીને વ્યકિત એરપોર્ટ પર વીઆઇપી અને ફ્રી કાર પાર્કિંગની સુવિધા મેળવી શકે છે.(૨૩.૧૭)

– ઈમાનદાર ટેકસ પેયરને સમ્માનિત કરવા માટે રાજયોના ગવર્નર સાથે ચા પીવાનો મોકો આપવામાં આવશે.

– એરપોર્ટ ચેક ઇનમાં છૂટછાટ આપવામાં આવશે.

– એરપોર્ટ લોન્જમાં એકસસની છૂટ આપવામાં આવશે.

– એરપોર્ટમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

– તેમજ ટોલ ટેકસમાં પણ ખાસ અલાયદી ડેડિકેટ ટોલ લેન બનાવી છૂટ આપવા અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

(3:56 pm IST)