Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

GPF ઉપર હવે ૮ ટકા વ્યાજ

સરકારે વ્યાજદરમાં કર્યો ૦.૪૦ ટકાનો વધારો

નવી દિલ્હી તા. ૯ :.. સરકારે તહેવારો પહેલા કર્મચારી વર્ગને મોટી ભેટ આપી છે. સરકારે જીપીએફ વ્યાજ દર વધારીને ૮ ટકા કર્યુ છે. આ વધારો ઓકટોબર થી ડીસેમ્બર સુધીના ત્રિ-માસીક ગાળા માટે રહેશે. અત્યાર સુધી જીપીએફ ઉપર ૭.૬ ટકા વ્યાજ મળતુ હતું. હાલમાં જ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પણ ૦.૪૦ ટકાનો વધારો કર્યો હતો.

જુલાઇથી સપ્ટેમ્બરના ૩ માસ માટે જીપીએફ વ્યાજદર ૭.૬ ટકા નકકી થયો હતો. જીપીએફ એટલે કે જનરલ પ્રો. ફંડ  ખાતુ કે જે માત્ર સરકારી કર્મચારી જ ખોલાવી શકે છે. એક સરકારી કર્મચારી ખાતામાં પોતાના પગારની કોઇ ચોકકસ રકમ ફંડમાં જમા કરાવી સભ્ય બને છે.

હવે તેના પર ૮ ટકા વ્યાજ મળશે. આ ફંડમાં જમા રકમ આયકરની કલમ ૮૦ સી  હેઠળ ટેક્ષ છૂટના દાયરામાં આવે છે.

(3:45 pm IST)