Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બે મહિલા પત્રકારોએ કેન્દ્રીય પ્રધાન અકબર ઉપર મૂકયો યૌન શોષણનો આરોપ

'મી ટુ' અભિયાન પહોંચ્યું રાજનીતિમાં...

નવી દિલ્હી, તા. ૯ : યૌન શોષણ વિરૂદ્ધ શરૂ થયેલ મીટુ અભિયાન હવે જોર પકડયું છે. બોલીવુડ બાદ હવે તે રાજનીતિમાં પણ પહોંચ્યું છે તેનો નવો શિકાર બન્યા છે. વિદેશ રાજયમંત્રી એમ જે અકબર તેમના ઉપર બે મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ મૂકયો છે. જોકે હવે ત્રીજી મહિલા પણ સામે આવી છે. પ્રેરણા સિંહ બિન્દ્રા નામની મહિલાનું કહેવું છે કે મારી સાથે થયેલી ઘટના ૧૭ વર્ષ જૂની છે. અકબર મારી સાથે અશ્લીસ ટિપ્પણી કરતા હતાં અને તેમણે મારૂ જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું. હું એટલા માટે આટલો સમય ચૂપ રહી કારણ કે મારી પાસે પુરાવા નહોતા.  એમ જે અકબર અનેક અખબારો-સામયિકોમાં એડીટર રહી ચૂકયા છે. વર્ષ ર૦૧૭માં પણ એક મહિલા પત્રકારે કહ્યું હતું કે મારા બોસે મને હોટલના રૂમમાં જોબ ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. પ્રિયા રમાની નામની મહિલાએ ટવીટ કર્યું છે કે અકબરે એ રૂમમાં અનેક મહિલા પત્રકારો સાથે આઘાતજનક હરકતો કરી હતી.

(3:44 pm IST)