Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અનિલ અંબાણીની ચોકીદારી કરે છે પીએમમોદી

રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ કર્યા મોદી સરકાર પર આકરા પ્રહારો

નવીદિલ્હી, તા.૯: પાંચ રાજયોમાં વિધાનસભા ચુંટણીની તારીખો ન એલાન બાદ દરેક પક્ષ રાજકીય અખાડામાં ઉતર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી રાજસ્થાનના ધોલપુરની રેલીમાં કહ્યું કે સાડા ચાર વર્ષની નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન છે. અને રાજસ્થાનમાં વસુંધરાજી સીએમ છે. પરંતું શું તેઓએ રાજય માટે કાંઇ કર્યુ.

જયારે અમારી કેન્દ્ર સરકાર હતી તો અમે લોકોને મનરેગા આપી ૭૦ હજાર કરોડની લોન માફ કરી અને ઉપરાંત રાજયની અશોક ગેહલોત સરકારને રાજયની સ્થિતિ સુધારી હતી. મોદી સરકારે ગરીબો, ખેડુતો અને મજુરો માટે કાંઇ કર્યુ નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે કહ્યું કે અમારી સરકારે ખેડુતોનું ૭૦ હજાર કરોડનું દેણુ માફ કર્યુ પરંતુ નરેન્દ્રમોદી સરકારમાં હિન્દુસ્તાનના ૧૫-૨૦ અમીરોનું સાડા ત્રણ લાખ કરોડનું દેણું માફ કર્યુ

તેઓએ કહ્યું કે તેમાં વિજય માલ્યા, મેહુલ ચોકસી, અને નીરવમોદીનું નામ સામેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમા ફકત વડા પ્રધાનની ઓફિસમાં એક વાર ગયો છું. અને ફકત તેમની સાથે ખેડુતોની લોન માફી ની વાત કરી હતી. મેં તેમને કહ્યું કે તમે અરબપતિઓ વડાપ્રધાન નથી. પરંતું તેઓએ કાંઇ જવાબ આપ્યો નહિ.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે વડાપ્રધાન જયારે ચુંટણી લડી રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નહી ચોકીદાર બનીને રહેશે. પરંતું તે જણાવ્યું નહી કે કોની ચોકીદારી કરશે. નરેન્દ્રમોદી આજે અનિલ અંબાણીની ચોકીદારી કરે છે. રાફેલ વિમાનની ડીલ તેઓએ એચએએલ પાસેથી છીનવીને અનિલ અંબાણીને આપી દીધી. આ ડીલમાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર કર્યા છે. અનિલ અંબાણી પર ૪૫ હજાર કરોડ રૂપિયાનું દેણું છે.

(3:39 pm IST)