Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જૈસી કરની વૈસી ભરની...

આતંકી મસૂદ અઝહર મરણ પથારીએઃ ગંભીર બીમારીથી ખતરો

ઇસ્લામાબાદ, તા. પાકિસ્તાન ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મબના મુખ્ય મસૂદ અઝહરને ગંભીર બીમારીના કારણે તેની જીંદગી પર ખતરો ગણાવવાના આવ્યો છે. ડોકડરોએ અઝહરને સંપૂર્ણ રીતે આ રામ કરવાની સલાહ આપી દીધી છે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ એવામાં અઝહરે તેમના સંગઠનોના બે ભાઇઓ રઉફ અસગર અને અતહર ઇબ્રાહિમ વચ્ચે ફાળવણી કરી છે. જાણવા મળી રહ્યું છે કે અઝહરના હાડકા અને કિડની સાથે જોડાયેલી એક ગંભીર બીમારીથી બડી રહ્યો છે.

મુફિયા વિભાગના એક અધિકારીએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે અઝહર ને હાડકા અને ગુર્દેની સારવાર માટે રાવલપીંડીંના કંબાઇનું મિલિટરી હોસ્પિટલમાં મોકલવામા આવશે. ત્યારબાદ અંદાજે એકથી દોઢ વર્ષ સુધી અઝહરને સંપૂર્ણ રીતે પથારીમાં આરામ કરવો પડશે. ભારતના રાજનાયિકો એક અખબારના વાતચીતમાં કહ્યું કે અઝહરની બીમારી અંગે તેની પાસે કોઇ જાણકારી નથી. તેઓએ જણાવ્યું કે સંયુકત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આ વૈશ્વિક આતંકીને ચીન દ્વારા બ્લોક કરવામાં આવી છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી ન તો કોઇ સામાન્ય સભામા જોવા મળ્યો છે કે તેમના શહેર ભાવલપુરમાં જોવા મળ્યો છે.

જાણકારોનું કહેવું છે કે તેનાથી ભારતનું કામ વધું સરળ થઇ જાય છે. અઝહરને વૈશ્વિક આતંકી વાળી વાત પર ચીન હંમેશા યત આડુ ફાટયું છે. મસૂદ અઝહર ૨૦૦૧માં સંસદ પર થયેલા હુમલા ૨૦૦૫માં અયોધ્યા પર થયેલા હુમલા અને ૨૦૧૬ના પઠાણકોટ એરબેઝ પર થયેલો હુમલો જવાબદાર છે.

(3:38 pm IST)