Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દેશમાં ભયંકર સ્‍પીડથી ‘મી ટુ'ની અસર પ્રસરી છે

નવી દિલ્‍હી : #Me Too કેંપેઈનની અસરના પગલે હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સના પોલીટીકલ એડીટરે પદ છોડયુ હોવાના હેવાલો : બ્‍યુરો ચીફ અને પોલીટીકલ એડીટર પ્રશાંત ઝા પર એક મહિલા પત્રકારે શોષણનો આરોપ લગાવ્‍યો હતો : સંપાદકને લખેલ પત્રમાં પ્રશાંત ઝાએ કહ્યું મારા વિરૂદ્ધ કેટલાક આરોપ લગાવાયા છે : મારા અંગત આચરણ વિરૂદ્ધ કેટલાક નૈતિક સવાલ ઉઠાવાયા છે તેના કારણે મને લાગે છે કે મારા માટે આ પદ પરથી રાજીનામુ આપવુ યોગ્‍ય છે

(1:01 pm IST)