Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે:વારાણસીમાં 'જંગ-એ-એલાન'ના નામથી પોસ્ટરો :જબરો રોષ

યુપી-બિહાર એકતા મંચ મેદાને :ગુજરાતમાંથી હિજરત નહીં અટકે તો ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓને તગેડી મુક્શું

 

ગુજરાતમાં રહેતા ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલ હુમલા અને હિજરતના પ્રત્યાઘાત હવે રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. ઉત્તરપ્રદેશમાં રોષે ભરાયેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સામે જંગ છેડ્યો છે. યુપી-બિહાર એકતા મંચે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જંગ--એલાન નામથી પોસ્ટરો લાગ્યા છે. તેમાં લખ્યું છે કે ગુજરાતી નરેન્દ્ર મોદી બનાસસ છોડે. ઉત્તરભારતીયો પર હુમલાના વિરોધમાં બનારસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઉત્તરભારતીયો પર હુમલા થઈ રહ્યાં છે અને પીએમ મોદી ચુપ છે.

  2014માં લોકસભામાં નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટાઈને દિલ્હીની ગાદીએ બેઠા છે.બનારસવાસીઓએ કહ્યું ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં ઉત્તરભારતીયો કે બિહારીઓની હિજરત નહીં રોકાય અને હુમલા થશે તો ઉત્તરપ્રદેશમાંથી પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયોને તગેડી મુકીશું. અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરભારતીયો જવાબ આપશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારણસીમાંથી જંગી મતોથી જીત્યા હતા.ઉત્તરપ્રદેશે સૌથી વધુ ભાજપના સાંસદો આપ્યા હતા બાદમાં ઉત્તરપ્રદેશમાં પણ ભાજપની સરકાર બનાવી. ત્યારે હવે બનાસરવાસીઓએ સીધો પીએમ મોદી સામે મોરચો માંડ્યો છે.

(12:38 pm IST)
  • જમ્મુ -કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સાંજ સુધીમાં 68,33 ટકા મતદાન નોંધાયું:રાજ્યના 11 જિલ્લામાં 68.33 ટકા મતદાન થયું : કાશ્મીર ઘાટીમાં માત્ર 8,3 ટકા મતદાન :કારગીલમાં સૌથી વધુ 78 ટકા મતદાન થયું :ઘાટીમાં કુલ 83 વોર્ડમાં કુલ 84,692 મતદાતાઓમાંથી માત્ર 7,057 મતદારોએ ઉક્ત વોર્ડઓમાં વોટિંગ કર્યું access_time 1:23 am IST

  • ગાંધીનગર:ઉત્તર ભારતીયો પરના હુમલા મામલે માનવ અધિકાર કમિશને ચીફ સેક્રેટરી અને ડીજીપીને પાઠવી નોટિસ:અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને પણ મોકલાઈ નોટિસ: 20 દિવસની અંદર સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવાના આદેશ access_time 9:19 pm IST

  • અમદાવાદ: કાલુપુરમાં નિવૃત સેક્શન ઓફિસર સાથે છેતરપીંડી: મહેતા એસ્ટેટની 11 દુકાનોના બોગસ દસ્તાવેજો બનાવીને પચાવી લીધી: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને દુકાનનો કબ્જો મેળવ્યો:ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપી વિરુદ્ધ નોંધ્યો ગુનો access_time 12:34 pm IST