Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બેંકોની ખરાબ સેવાઓ સામે ફરિયાદો થઇ બમણી

મોટાભાગની ફરિયાદો એટીએમ, ક્રેડીટ અને ડેબીટ કાર્ડની

નવી દિલ્‍હી તા. ૯ : બેંકોની ખરાબ સેવાઓ વિરૂધ્‍ધની ફરિયાદોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં રોજની ફરીયાદોનો આંકડો બમણાથી પણ વધારે થઇ ગયો છે. જેમાં સૌથી વધારે ફરીયાદો એટીએમ અંગેની છે. ગ્રાહકોની ફરીયાદોમાં સૌથી વધારે વાર્ષિક વૃધ્‍ધિ ૨૦૦૮થી ૨૦૧૬ દરમિયાન જોવા મળી હતી, જે વાર્ષિક ૪૪ ટકા હતી. જ્‍યારે ૨૦૧૬-૧૭માં વાર્ષિક વૃધ્‍ધિ ૨૨ ટકાથી વધારે હતી. જોકે કુલ ફરિયાદોમાંથી એક ટકા ફરિયાદને જ સાચી માનવામાં આવી હતી. બાકીને કાંતો અસ્‍વિકાર કરાઇ હતી અથવા ફરીયાદ કર્તાઓએ તેને પાછી ખેંચી લીધી હતી.

હાલમાં જ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાએ એટીએમ દ્વારા પૈસા ઉપાડવાની દૈનિક લીમીટ ૪૦,૦૦૦થી ઘટાડીને ૨૦,૦૦૦ કરી નાખી છે, જેથી કાર્ડ દ્વારા થતી છેતરપીંડીમાં ઘટાડો થઇ શકે. આનો અમલ ૩૧ ઓક્‍ટોબરથી કરવામાં આવશે.

(10:07 am IST)