Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

થાઇલેન્ડમાં ગેંગવોરમાં ભારતીય સહિત બે પર્યટકોનાં મોત:પાંચ લોકોની હાલત ગંભીર

ફરવા ગયેલા સ્થાનિક ગેંગવોરની ઝપેટમાં: થાઇલેન્ડના રચાથેલી જિલ્લામાં સેન્ટ્રા વોટરગેટ પવિલિયન હોટેલ પાસે ગેંગવોર સર્જાઇ

 

થાઇલેન્ડ ફરવા ગયેલા બે લોકોના સ્થાનિક ગેંગવોરની ઝપેટમાં આવી જતાં મોત થયું છે, થાઇલેન્ડના રચાથેલી જિલ્લામાં સેન્ટ્રા વોટરગેટ પવિલિયન હોટેલ પાસે ગેંગવોર સર્જાઇ હતી, જેમાં 42 વર્ષિય એક ભારતીય સહિત બે પર્યટકોનાં મોત થયા હતા.જયારે  અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. થાઇ પોલીસે  જાણકારી આપી હતી 

    અંગેની વિગત મુજબ થાઇલેન્ડના રચાથેવી જિલ્લામાં સેન્ટ્રા વોટરગેટ પવિલિયન હોટલની પાસે રવિવારે રાત્રે થયેલી ગેંગવોરમાં ભારતીય સહિત બે પર્યટકોનાં મોત થયા છે. બે ભારતીય સહિત પાંચની હાલત ગંભીર છે. પોલીસ મેજર જનરલ સેનિત સમરારન સમરુકિતે જણાવ્યું કે, ફાયરિંગમાં મરનાર ભારતીય ઓળખની ગખેજ્ર ધીરજ તરીકે થઇ છે. વળી, બીજાં મૃતક વ્યક્તિ લાઓ નિવાસી કેઓવોંગ્સા થોનેકેઓ છે. સિવાય બે થાઇ, બે ભારતીય અને એક લાઓ નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે.
  
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના શિકાર થયેલા ભારતીય પર્યટકોને એક ગ્રુપનો હિસ્સો હતા. તે એક ભારતીય રેસ્ટોરાંમાં ડિનર બાદ પાર્કિંગમાં ઉભેલી પોતાની બસની તરફ જઇ રહ્યા હતા. દરમિયાન બે ગેંગના લોકો અંદાજિત 20 લોકો પિસ્તોલ, ચાકૂ અને ડંડા લઇને પરસ્પર હુમલો કરી દીધો હતો. સાક્ષીઓએ જણાવ્યું કે, ફાઇટિંગ દરમિયાન ત્રણ બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા પહેલાં તમામ બદમાશ ફરાર થઇ ગયા હતા. પોલીસ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા રાઇફલની ઓળખ પણ કરી લીધી છે. ઘટનાસ્થળેથી એકે-47ના ખાલી કારતૂસ પણ મળ્યા છે.

(12:00 am IST)