Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સબરીમાલા મંદિર પ્રેવશ: કેરળમાં ઠેર-ઠેર વિરોધ, કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

જો કે, પહેલા, કેરળનાં મુખ્યમંત્રી વિજયને સબરીમાલા ટેમ્પલને વિનંતી કરતા કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનો સ્વીકાર કરે અને રાજ્ય સરકાર મહિલાઓ માટે સબરીમાલા ખાતે જરૂરી વ્યવસ્થા ઉભી કરશે.

સબરીમાલા મંદિર વિવાદ ઉપર RSSનો યુ-ટર્નઃ સરકારે ભક્તોની ભાવનાઓને અવગણી

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

હવે, સબરીમાલા મંદિરના સંચાલકો આદેશને સ્વીકારે જરુરી છે. મંગળવારે 8,000 જેટલી મહિલાઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિરોધ પ્રદર્શન સ્થાનિક રાજવી પરિવારની આગેવાનીમાં યોજાયું હતું.

જો કે, કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અંગે સરકાર કોઇ રિવ્યુ પિટીશન દાખલ કરી નથી. મુખ્યમંત્રી પીનારવી વિજયને ચોખવટ કરી છે કે, રાજ્ય સરકાર રિવ્યુ પિટીશન દાખલ નહીં કરે. તેમણે એમ કહ્યું કે, રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ, સબરીમાલા મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળળવા માટે વ્યવસ્થા કરશે. સુપ્રિમ કોર્ટનાં આદેશને અમે સ્વાકારીએ છીએ અને કોઇ પણ મહિલાને સબરીમાલા મંદિરમાં જતા રોકી શકાશે નહી”.

કેરળ રાજ્યમાં તાજેતરમાં આવેલા ભયાનકપૂરની હજી પુરી કળ વળી નથી. કેરળ સરકારે જાહેર કર્યું છે કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જશે તેમના માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરશે. જેમાં મહિલાઓ માટેનાં ટોયલેટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે. અથ્યાર સુંધી માત્ર પુરુષોને મંદિર પ્રવેશ હતો એટલે પ્રકારની વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ હતી પણ હવે મહિલાઓ માટે પણ મંદિરના દ્વાર ખુલતા મહિલાઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે તેમ કેરળનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ કરાય.

(12:00 am IST)