Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સૌથી મોટી મોંફાડનો પોતાનો જ રેકૉર્ડ તોડયો આ ટીનેજરે

તેની મોંફાડ ૪.૦૧૪ ઇંચ નોંધાઇ

ન્‍યુયોર્ક, તા.૯: અમેરિકાના મિનેસોટાના ટીનેજર ઇસાક જૉન્‍સને વિશ્વમાં સૌથી મોટી મોંફાડનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેની મોંફાડ ૪.૦૧૪ ઇંચ નોંધાઈ છે. જોકે તેને માટે આ પ્રથમ રેકૉર્ડ નથી, ત્રીજી વાર તેણે સૌથી મોટી મોં-ફાડનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. સૌપ્રથમ ૨૦૧૯માં ૧૪ વર્ષની વયે તેની મોંફાડ ૩.૬૭ ઇંચ હતી. આ જ વર્ષે પેન્‍સિલ્‍વેનિયાના ફિલિપ એન્‍ગસે ૩.૭૫ ઇંચની મોંફાડ સાથે ઇસાકનો રેકૉર્ડ પોતાના નામે ચડાવ્‍યો હતો. જોકે ત્‍યાર બાદ ૨૦૨૦માં ફરી એક વાર ઇસાકે ૪ ઇંચની મોંફાડ સાથે વિશ્વ રેકૉર્ડ નોંધાવ્‍યો હતો અને હવે ચાલુ વર્ષે ઇટલીના મિલાનમાં ‘લો શો દેઈ રેકૉર્ડ'ના સેટ પર તેની મોંફાડનું માપ ૪.૦૧૪ ઇંચ નોંધાયું. 

પોતાના જ રેકૉર્ડને ત્રણ વાર કાયમ કરવા બદલ રોમાંચિત ઇસાક કહે છે કે મેં કયારેય આવો રેકૉર્ડ ધરાવવાની કલ્‍પના નહોતી કરી.

(3:49 pm IST)