Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યકિતઓની યાદીમાં ભારતના બે બિઝનેસમેન

વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યકિત ટેસ્‍લાના માલિક એલન મસ્‍ક : બીજા ક્રમે ફ્રાંસના બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્‍ટ છે

નવી દિલ્‍હી,તા.૯: વિશ્વના શ્રીમંત લોકો પાસે લખલૂટ સંપત્તિ છે. વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યક્‍તિ ટેસ્‍લાના માલિક એલન મસ્‍ક છે. બીજા ક્રમે ફ્રેન્‍ચ બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્‍ટ છે. આ લિસ્‍ટમાં ત્રીજા ક્રમે ભારતના ગૌતમ અદાણી છે. અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેઓ આવનારા સમયમાં આ લિસ્‍ટમાં બીજા ક્રમે પહોંચે એવી શક્‍યતા છે, એમ ફોર્બ્‍સનો રિયલ ટાઇમ બિલિયોનર્સ ઇન્‍ડેક્‍સ કહે છે.

વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યક્‍તિ ટેસ્‍લાના માલિક એલન મસ્‍ક છે. તેમની પાસે કુલ ૨૫૩.૪ બિલિયન ડોલર છે. તેઓ પાસે બીજી કંપની સ્‍પેસએક્‍સ છે. જે અંતરિક્ષમાં લોકોને સ્‍પેસ યાત્રાને વધુ સરળ બનાવવા પર કામ કરી રહી છે. ત્‍યાર બાદ આ યાદીમાં બીજા ક્રમે ફ્રાંસના બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્‍ટ છે. તેમની પાસે કુલ ૧૫૪.૪ બિલિયન ડોલરની સંપત્તિ છે. તેંમની કંપની મોંઘી પ્રોડક્‍ટ જેવી ઘડિયાળ, કપડાં, જવેલરી અને પરફયુમ વગેરે બનાવે છે.

ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી વિશ્વના શ્રીમંતોની યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. તેમની સંપત્તિ ૧૪૯.૩ બિલિયન ડોલર છે. તેમની કંપની પોર્ટ મેનેજમેન્‍ટ, ઇલેક્‍ટ્રિક પાવર, માઇનિંગ રિન્‍યુએબલ એનર્જી, એરોપર્ટ ઓપરેશ જેવાં ક્ષેત્રોમાં કામ કરી રહી છે. એમેઝોનના સંસ્‍થાપક જેફ બેઝોસ શ્રીમંતોની યાદીમાં ચોથા ક્રમાંકે છે, તેમની કુલ સંપત્તિ ૧૩૬.૭ બિલિયન ડોલર છે. તેમણે એમેઝોનની સ્‍થાપના ૧૯૯૪જ્રાક્રત્‍ન કરી હતી.

કોમ્‍પ્‍યુટર ટેક્‍નોલોજી અને સોફટવેર ક્ષેત્રની કંપની ઓરેકલ કોર્પોરેશનના માલિક લેરી એલિસન હાલ આ યાદીમાં પાંચમા ક્રમાંકે છે. તેમની પાસે કુલ ૧૦૬.૭ બિલિયન ડોલર છે. માઇક્રોસોફટના માલિક બિલ ગેટ્‍સ આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. તેમની પાલે હાલ કુલ ૧૦૬ બિલિયન ડોલરની સંપત્તિ છે. બર્કશાયર હાથવેના ચેરમેન અને ઘ્‍ચ્‍બ્‍ વોરેન બફે આ યાદીમાં સાતમા ક્રમાંકે છે. તેમની કુલ સંપત્તિ ૯૬.૪ બિલિયન ડોલર છે.

ભારતના સૌથી શ્રીમંત વ્‍યક્‍તિ મુકેશ અંબાણી વિશ્વમાં આઠમા શ્રીમંત વ્‍યક્‍તિ છે. તેમની કુલ સંપત્તિ ૯૪.૪ બિલિયન ડોલર છે. આ યાદીમાં ગૂગલના સંસ્‍થાપક લેરી પેજ નવમા ક્રમે છે અને તેમની પાસે કુલ ૯૧.૯ બિલિયન ડોલર છે, જયારે સર્ગેઇના બ્રિન ગૂગલના સંસ્‍થાપક છે.તેમની પાસે કુલ સંપત્તિ ૮૮.૧ બિલિયન ડોલરની સંપત્તિ છે.

(10:31 am IST)