Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ગેરકાયદે લગ્ન કરી મહિલાને પરેશાન કરનારાની ધરપકડ

પ્રેમ સબંધમાં ડખા બાદ ફોટો-વીડિયો વાયરલ : યુવતીને નોકરીએ રાખીને તેની સાથે લગ્ન કર્યા બાદ વેપારી યુવતી અને તેના પરિવારને પરેશાન કરતો હતો

મુંબઈ, તા. : પ્રેમ સંબંધો અને પછી તેમાં ડખા પડતા ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓનો વધુ એક કેસ નોંધાયો છે, જેમાં મુંબઈ પોલીસે ગુજરાતના વેપારીની ધરપકડ કરી લીધી છે. વેપારી મહિલા સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કર્યા બાદ તેને તથા તેના પરિવારને પરેશાન કરતો હતો.

૨૧ વર્ષની ફરિયાદી યુવતીએ મંગળવારે કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, એમએચબી કોલોની પોલીસે યુવતીને શાંત પાડી અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પછી ૨૪ કલાકની અંદર આરોપી શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ફરિયાદ યુવતી એકે ગોકલાનીની પૂર્વ કર્મચારી હતી, જે ઓનલાઈન વેપાર કરે છે. ગુજરાતી વેપારી એકે ગોકલાની કામ-ધંધાના લીધે વારંવાર મુંબઈ આવતો હતો. તેના યુવતી આડા સંબંધો હતા, પછી તેણે યુવતીને પોતાની કર્મચારી બનાવી લીધી હતી, પછી તેણે વર્ષની શરુઆતમાં ફરિયાદી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા.

સાત મહિના પછી ફરિયાદી યુવતીને ખબર પડી કે તેનો પતિ બનેલો શખ્સ પહેલાથી પરણેલો છે અને ગેરકાયદેસર રીતે પોતાની સાથે લગ્ન કર્યા છે. પોલીસ અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, ગોકલાનીએ ખોટી રીતે યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો ભાંડો ફૂટી જતા તેણે નકલી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવીને તેના પર યુવતીના ફોટોગ્રાફ ને વીડિયો શેર કર્યા હતા. ગોકલાનીએ યુવતીના ફોટોગ્રાફ્સ તેના સગા તથા મિત્રોને પણ મોકલ્યા હતા.

પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગોકલાનીએ રીતે અન્ય મહિલાઓને પણ પોતાનો શિકાર બનાવી છે. આગળ જણાવ્યું કે, મંગળવારે યુવતી તથા તેની બહેન પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે રડતા હતા. તેમણે જણાવ્યું કે તેમના સગાને અભદ્ર મેસેજ કરવામાં આવ્યા હતા. કારણે પીડિત યુવતીની બહેનના લગ્ન પણ તૂટી ગયા હતા.

પોલીસે ગોકલાની દ્વારા જે નકલી અકાઉન્ટ બનાવીને અભદ્ર વર્તન કરાયું હતું તે અકાઉન્ટ અને આઈપી એડ્રસ દ્વારા આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પોલીસે ટ્રેપ ગોઠવીને આરોપી મુંબઈ આવ્યો એટલે બુધવારે તેને પકડી લીધો હતો. સ્થાનિક કોર્ટે આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

ગોકલાની સામે માનહાનિ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સહિતની જરુરી કલમના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે, બે દિવસની પૂછપરછમાં વધુ કેટલાક ભાંડા ફૂટશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મોડેસ ઓપરેન્ડીથી આરોપીએ અગાઉ પણ અન્ય મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

(7:47 pm IST)