Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ભારતીય સેના માટે ટાટા અને એરબસ સાથે મળીને દેશમાં જ બનાવશે એરક્રાફટ

પ્રાઇવેટ સેકટરના કોન્ટ્રાકટને સીસીએસની મંજૂરી

નવી દિલ્હીઃ તા.૯: કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ નવી મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે.

આ એરક્રાફ્ટ ટાટા અને એરબસ મળીને ભારતમાં બનાવશે.  આ પહેલી વાર છે જ્યારે સેના એવિએશન સાથે જોડાયેલ કોઈ કોન્ટ્રાકટ દેશના કોઈ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આવનારા વર્ષોમાં દેશમાં ૬ હજારથી વધારે રોજગાર પેદા થવાની આશા છે. સાથે આનાથી દેશમાં એવિએશનની આત્યાધુનિક ટેકનિક આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આ ડીલ ૧૫ હજાર કરોડ રુપિયાથી વધારે રહેશે. દેશમાં ૨૦૧૨ થી ૫૬ ઘ્૨૯૫પ્ષ્ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની દિશામાં કામ ચાલી રહ્યું છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં આ મામલો CCSની પાસે પહોંચ્યો હતો. ૧૬ વિમાન એરબસ ડિફેન્સ (સ્પેન)થી આયાત કરવામાં આવશે. જ્યારે બાકીના વિમાન ૧૦ વર્ષમાં ટાટાની ફેસિલિટીમાં તૈયાર કરવામાં આવશે. મનાઈ રહ્યું છે કે કોસ્ટ ગાર્ડ અને બીજી એજન્સીઓ પણ આ રીતે વિમાનો માટે ઓર્ડર આપી શકે છે. જેનાથી તેની માંગ વધવાની આશા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ભારતમાં બને C295MW વિમાનની નિકાસ કરી શકાય છે. કેમ કે આ એક ફાયદાકારક પ્રોજેકટ હોઈ શકે છે.

રક્ષા મંત્રાલય મુજબ આ પોતાની રીતનો પહેલો પ્રોજેકટ છે. જેમાં કોઈ ખાનગી કંપની દેશમાં સૈન્ય વિમાન બનાવશે. અત્યાર સુધી આ જવાબદારી સરકારી કંપની હિંદુસ્તાન એરનોટિકસ લિમિટેડની પાસે હતો. હવે પહેલી વાર કોઈ ખાનગી કંપની દેશ માટે સેના એરક્રાફ્ટ બનાવશે. 

૫૬ વિમાનોમાં સ્વદેશી Electronic Warfare Suite સિસ્ટમ લાગશે. આ વિમાન જૂના પડેલા અવરો વિમાનની જેમ લાગશે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે આ વિમાનને નિકાસ કરવાની પણ યોજના છે. એક સૂત્રએ જણાવ્યું કે આ ડીપ મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ છે જેમાં એક તરફ એલ્યુમિનિયમ બ્લોકસને આયાત કરવામાં આવશે અને બીજી તરફ તેને ફાઈનલ એસેમ્બલી લાઈનથી તૈયાર વિમાન નિકળશે.

ટાટા ગ્રુપને આ ઉપરાંત ઓછામાં ઓછા ૩ ડર્ઝન સબ સપ્લાયર્સને પણ ઓર્ડર મળવાની શક્યતા છે. આ વિમાનો માટે ભાગે તૈયાર કરશે. આ વિમાનની ઓછામાં ઓછા ૩ દશક સુધી સેવામાં બની રહેવાની આશા છે. રક્ષા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ પ્રોજેકટથીઆત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે અને આનાથી આયાત પર પણ નિર્ભરતા ઓછી થશે. આ અધિકારીનું કહેવું છે કે આ પ્રોગ્રામ એરસ્પેસ ઈકોસિસ્ટમમાં રોજગાર ઉભો કરવા માટે ઉત્પ્રેરકનુન કામ કરશે. આનાથી ૬૦૦ હાયલી સ્કિલ્ડ ડાયરેકટ જોબ્સ, ૩ હજાર ઈનડાયરેકટ જોબ્સ અને ૩ હજાર મીડિયમ સ્કિલ્સ રોજગાર પેદા થશે.

(3:21 pm IST)