Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સોનાના ભાવમાં સતત ઘટાડાનો દોર:ચાંદીમાં પણ નરમાઇનો માહોલ : સપ્તાહની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુમાં દબાણ

મુંબઈ : સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે નવા સપ્તાહની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુમાં નરમાઇનો માહોલ જોવાઈ રહયો છે ગઈકાલના ઘટાડા બાદ સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો થયો છે. સોનું આજે સસ્તું થયું છે. જયારે  ચાંદીના દર પણ નીચે આવ્યા છે.

  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ઓક્ટોબર વાયદો રૂ. 130, એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે રૂ. 46,908 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. જયારે ચાંદી રૂપિયા 257 એટલે 0.40 ટકા ઘટીને 63,926 રૂપિયા પર કરોબાર કરી રહ્યું છે.

(12:57 pm IST)