Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ક્લેઇમ કર્યા વિનાની પડતર રહેલી રકમ સીનીઅર સીટીઝન વેલ્ફેર ફંડમાં જમા કરાવી દયો : તમામ વીમા કંપનીઓને જાણ કરવા IRDA ને કર્ણાટક હાઇકોર્ટનો આદેશ : 2018 ની સાલમાં 81.65 કરોડ રૂપિયા અને 2019 માં 398.66 કરોડ રૂપિયા વેલ્ફેર ફંડમાં જમા કરાવ્યા છે : IRDAએ નામદાર કોર્ટને આપેલી માહિતી


કર્ણાટક : કર્ણાટક હાઇકોર્ટે ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( IRDAI ) ને નિર્દેશ આપ્યો છે કે ક્લેઇમ કર્યા વિનાની પડતર રહેલી રકમ સીનીઅર સીટીઝન વેલ્ફેર ફંડમાં જમા કરાવી દેવા તમામ વીમા કંપનીઓને સૂચના આપી દયો .તથા 2017 ની સાલમાં બહાર પાડવામાં આવેલા પરિપત્રનો અમલ કરે તેવી સૂચના આપવાનું જણાવ્યું છે.

જેના અનુસંધાને IRDAI એ નામદાર કોર્ટને જણાવ્યું હતું કે તેઓતમામ વીમા કંપનીઓ પર કડક નજર રાખી રહી છે અને પરિપત્રનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન શંકર મગદુમની ખંડપીઠે આ આદેશ પસાર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે પ્રતિસાદકર્તા 3 (IRDAI) એ સુનિશ્ચિત કરશે કે ભવિષ્યમાં પણ વીમા કંપનીઓ દ્વારા માસ્ટર પરિપત્ર (2017 માં બહાર પાડવામાં આવેલ) નું પાલન કરવામાં આવે અને તમામ વીમા કંપનીઓ તરફથી જારી કરવામાં આવેલા મુખ્ય પરિપત્રના પાલન અંગે સમયાંતરે અહેવાલો પણ મંગાવવામાં આવે.

જેના કારણમાં ડિવિઝન બેંચે જણાવ્યા મુજબ તેમનો હેતુ સીનીઅર સીટીઝન વેલ્ફેર ફંડ એક્ટ  2016 નો અમલ કરાવવાનો છે.  

ઉલ્લેખનીય છે કે કાનૂની વકીલો અને બેરિસ્ટરોએ કરેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિવિધ વીમા કંપનીઓ છે, જેણે મોટી સંખ્યામાં નાગરિકો પાસેથી પ્રીમિયમ રકમ એકત્રિત કર્યા છે. જે પાકતી મુદત પછી અથવા વીમાધારકોનું મૃત્યુ થયા પછી પણ દાવા વગર પડતર પડી રહેલી છે.વીમા કંપનીઓએ માર્ચ 2018 માં 81.65 કરોડ રૂપિયા અને માર્ચ 2019 માં 398.66 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ એક સતત પ્રક્રિયા છે. તેવું  IRDAI એ નામદાર કોર્ટને જણાવ્યું હતું.  તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(10:55 am IST)