Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પત્રકારો સાથે તાલીબાનની બર્બતા સામે આવીઃ રીપોર્ટીંગ ઉપર પ્રતિબંધઃ દેખાવ કરી રહેલી મહિલાઓની પણ ધોલાઈ

અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન આવ્યા બાદ આમ આદમી ચિંતામાં છે. દેશના અનેક વિસ્તારોમાં સરકાર વિરૂદ્ધ દેખાવો થઈ રહ્યા છે. જેની આગેવાની મહિલાઓ લઈ રહી છે પરંતુ તાલીબાનોને તે ગમતુ નથી. જેના કારણે દેખાવો કરી રહેલી મહિલાઓ, સામાન્ય લોકો અને એ પ્રદર્શનોનું કવરેજ કરી રહેલા પત્રકારો ઉપર તાલીબાને ક્રૂરતા વરસાવી છે. તાલીબાનોએ મહિલાઓની ધોલાઈ કરી હતી એટલુ જ નહિ પત્રકારોને પણ માર માર્યો હતો. પત્રકારોને લાઠી અને રાઈફલના નાળચાથી માર મારવામાં આવ્યો હતો. અનેક પત્રકારોની ધરપકડ પણ કરવામાં આવી છે. તાલીબાનોએ પત્રકારોના રીપોર્ટીંગ ઉપર પણ મનાઈ ફરમાવી છે. ૭ સપ્ટેમ્બરે તાલીબાન સિકયુરીટી ફોર્સે કાબુલ સ્થિત મીડિયા સંસ્થાન એતિલાત-એ-રોજના બે પત્રકારોની ધરપકડ કરી હતી. તાલીબાનો તેમને પોલીસ સ્ટેશને લઈ ગયા જ્યાં તેમને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા અને તેમની કેબલથી ધોલાઈ કરવામાં આવી હતી. બન્નેના ચહેરા અને શરીર પર ઈજાના નિશાન છે. હાલ બન્ને હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

(10:14 am IST)