Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

મમતા બેનરજીને નંદીગ્રામમાં મળેલ હારનું હજુ પણ દુખ:કહ્યું -ભાજપના ષડયંત્રને કારણે લડવી પડી છે પેટા ચૂંટણી

પેટા ચૂંટણીની જાહેરાત થતા જ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને કેન્દ્રીય એજન્સીઓએ બોલાવવાના શરૂ કરી દીધા

કોલકતા :પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પરથી પેટા ચૂંટણી લડવા જઇ રહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીને નંદીગ્રામમાં મળેલી હારનું દુખ હજુ પણ છે. મમતા બેનરજીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી ષડયંત્રને કારણે તેમણે પેટા ચૂંટણી લડવા પડી રહી છે. મમતાએ ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીની ઇડીની પૂછપરછને રાજકારણ ગણાવતા કહ્યુ કે પેટા ચૂંટણીની જાહેરાત થતા જ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને કેન્દ્રીય એજન્સીઓએ બોલાવવાના શરૂ કરી દીધા છે.

ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના છેતલામાં ટીએમસી કાર્યકર્તાઓને સંબોધિત કરતા મમતા બેનરજીએ નંદીગ્રામમાં હારનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યુ કે, માત્ર ભગવાન જાણે છે કે કઇ રીતે 21ની ચૂંટણી યોજાઇ. કેન્દ્રએ ખોટુ બોલ્યુ, છતા પણ મને હરાવી નથી શક્યા. નંદીગ્રામમાં મારી પર હુમલા પાછળ ષડયંત્ર હતુ. બંગાળને લઇને ભ્રમિત કરવા માટે 1000 ગુંડા બહારથી આવ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે તે ભવાનીપુર પેટા ચૂંટણી માટે 10 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે.

મમતા બેનરજીએ આગળ કહ્યુ, તે રાજકીય રીતે નથી લડી શકતા, માટે તેમણે કોંગ્રેસને એજન્સીઓની મદદથી રોક્યા હતા. હવે મારી સાથે પણ તે જ કરી રહ્યા છે. તે પછી પૂછપરછ માટે બોલાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં એક વ્યક્તિ જેનું નામ નારદા કનેક્શનમાં સામે આવ્યુ હતુ તેને નથી બોલાવવામાં આવી રહ્યો. મમતા બેનરજીએ તેની માટે બેઠક છોડનારા સોભનદેવ ચટોપાધ્યાયને મંત્રી બનાવી રાખવાનો દાવો કરતા કહ્યુ, સોભનદેવ ચટોપાધ્યાય ખરદાહા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે, તેમણે મારી માટે રાજીનામુ આપ્યુ છે. તે મંત્રી બન્યા રહેશે.

(12:00 am IST)