Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અફઘાનિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સીના ડેપ્યુટી હેડ આતંકી

તાલિબાન સરકારમાં ૩૩ મંત્રીઓની જાહેરાત : ઓબામાએ જેલમાંથી છોડેલો અબ્દુલ વાસિક ફરી તાલિબાનમાં સક્રિય થયો છે, જે દુનિયા માટે મોટો ખતરા

કાબુલ, તા. : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારમાં ૩૩ મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. પૈકીના પાંચ તો એવા છે જેમને યુએન દ્વારા આંતકી જાહેર કરવામાં આવ્યા છે.

તાલિબાને સાથે સાથે દેશની ઈન્ટેલિજન્સ એજન્સીના હેડ તરીકે અબ્દુલ હક વાસિકની જાહેરાત કરી છે. આતંકી છે જેને ૨૦૧૪માં બરાક ઓબામાની સરકારે આતંકીઓ માટે બનાવાયેલી ગુઆન્તનામો બે જેલમાંથી છોડી મુક્યો હતો. પહેલા પણ તાલિબાન સરકારમાં વાસિક મંત્રી રહી ચુક્યો છે.

તાલિબાન સરકારની ઈન્ટેલિજન્સ એજન્સીના ડેપ્યુટી હેડ તરીકે તાજ મીર જાવેદની વરણી કરાઈ છે. જે સુસાઈડ બોમ્બર્સ તૈયાર કરવામાં મહત્વનો રોલ અદા કરી ચુકયો છે. કાબુલમાં ખતરનાક આતંકી હુમલાઓ માટે તેને જવાબદાર મનાય છે.

અફઘાન ઈન્ટેલિજન્સ એજન્સીના હેડ  બનેલા અબ્દુલ વાસિકની વરણીથી સ્પષ્ટ થયુ છે કે, ઓબામાએ તેને છોડવા માટે લીધેલા નિર્ણયનો ફાયદો તાલિબાનને થશે. ઓબામા સરકારે તે વખતે વાસિક સહિતના પાંચ ખતરનાક આતંકીઓને જેલમાંથી છોડી મુકયા હતા.

એજન્સીઓએ તે વખતે ઓબામા સરકારને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે અપીલ કરી હતી. જોકે તમામ ચેતવણીઓને નજર અંદાજ કરી દેવામાં આવી હતી.

એટલુ નહીં આતંકીઓ કતારમાં સુરક્ષિત રહેશે તેવી ખાતરી અમેરિકાએ તાલિબાનને આપી હતી. હવે અબ્દુલ વાસિક ફરી તાલિબાનમાં સક્રિય થયો છે. જે દુનિયા માટે મોટો ખતરો પણ બની શકે છે.

(12:00 am IST)