Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રામ જેઠલાણીના હાઇપ્રોફાઇલ કેસોની ઝલક

દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે, તેઓ એવા વકીલ હતા જેમના હાથમાં કેસ આવે એટલે લગભગ જીતતા જ હતા. જેઠમલાણીનો દબદબો અને તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમણે સુનાવણી દરમિયાન એક કરોડથી પણ વધારે ચાર્જ કર્યો હતો. જાણો તેમણે લડેલા ૧૦ મહત્વના કેસો વિશે..રામ જેઠમલાણીએ લડેલ ૧૦ મહત્ત્વપૂર્ણ કેસો૧. રામ જેઠમલાણી વકીલ તરીકે ૧૯૫૯માં કેએસ નાણાવટી વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારનાકેસમાં જાણીતા બન્યા હતા. જેઠમલાણીએ આ કેસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ (આઈવી ચંદ્રચુડ)નીસાથે કેસ લડ્યા હતા. ચંદ્રચુડ દેશના ચીફ જસ્ટીસ પણ બન્યા.

૨. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપીઓ સતવંત સિંહ અને કેહર સિંહના વકીલ તરીકે સામે આવ્યા હતા.

૩. તેમણે રાજીવ ગાંધીની હત્યાના આરોપી વી. શ્રીહરન (જેને મુરુગન તરીકે પણ ઓળખવામાંઆવે છે)નો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં લડ્યો. ૨૦૧૫માં કરેલી તેમની દલીલો પર વિવાદપણ થયો હતો કે રાજીવ ગાંધીની હત્યા, "ભારત વિરૂદ્ધ ગુનો" નથી. ૨૧મે, ૧૯૯૧એ તામિલાડુમાં ચેન્નાઈ પાસે

શ્રીપેરૃંબુદુરમાં થયેલા અત્માઘાતી હુમલામાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સહિત ૧૯ લોકોનો જીવ ગયો હતો.

૪. સોહરાબુદ્દીન એક્નાઉન્ટર મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ  શાહનો કેસ લડ્યો હતો.

૫. જેઠમલાણીએ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાનો આવક કરતા વધુ સંપત્તિનોકેસ પણ લડ્યો હતો.

૬. તેમણે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિના પુત્રી અને સાંસદ કનિમોઝીનો કેસલડ્યો હતો. કનિમોઝી પર 2G  સ્પેક્ટ્રમમાં ૨૧૪ કરોડની લાંચ લેવાનો આરોપ હતો.

૭. વકીલ તરીકેની શરૂઆતના  દિવસોમાં તેમણે સીપીઆઈના ધારાસભ્ય કૃષ્ણા દેસાઈની હત્યામામલે શિવસેના તરફથી વકીલાત કરી હતી.

૮. તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા માટે ગેરકાયદેસર ખનન મામલાનો કેસ લડ્યો.

૯. ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ માટે ૨૦૧૩માં કેસ લડ્યા.

૧૦. જેઠમલાણી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી માટે હવાલા ડાયરી કાંડ કેસ પણ  લડયા હતા.

(11:44 am IST)