Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

૨૦ રૂપયે કી કિંમત તુમ કયા જાનો! ૨૦ રૂપિયા માટે રેલવે સામે ૨૨ વર્ષ સુધી લડી કાયદાકીય લડાઇ

હવે કોર્ટે આપ્‍યો રસપ્રદ ચુકાદો

લખનૌ,તા. ૯ : ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક વકીલે ૨૦ રૂપિયા માટે રેલવે સામે ૨૨ વર્ષ સુધી કાયદાકીય લડાઈ કરીને જીત હાંસલ કરી છે. હવે રેલવેને એક મહિનામાં તેમને પ્રતિવર્ષ પ્રમાણે ૨૦ રૂપિયા અને ૧૨ ટકા વાર્ષિક વ્‍યાજ પ્રમાણે પૂરી રકમ ચૂકવવી પડશે. આર્થિક અને માનસિક પીડા તથા વાદ વિવાદ માટે સમયના વ્‍યય રૂપે ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ કોર્ટે આપ્‍યો છે.

મથુરાના હોલીગેટ ક્ષેત્રના રહેવાસી અને વકીલ તુંગનાથ ચતુર્વેદીએ જણાવ્‍યું હતું કે, ૨૫ ડિસેમ્‍બર ૧૯૯૯માં એક સહયોગી સાથે મુરાદાબાદ જવા ટિકિટ લીધી હતી, તે વખતે ૩૫ રૂપિયાની ટિકિટ હતી. ટિકિટબારીમાં ઉપસ્‍થિત વ્‍યક્‍તિને ૧૦૦ રૂપિયા આપ્‍યા તેણે બે ટિકિટના ૭૦ રૂપિયા થાય પરંતુ તેણે ૯૦ રૂપિયા લીધા. આ ઘટના બન્‍યા બાદ મેં કન્‍યુમર ફોરમમાં ફરિયાદ કરી અને પાંચ ઓગસ્‍ટે આ કેસમાં મને જીત મળી.

કોર્ટે જણાવ્‍યું છે કે ૩૦ દિવસમાં ફરિયાદીને નિヘતિ કરવામાં આવેલી રકમ ન આપી તો ૧૨ની જગ્‍યાએ ૧૫ ટકા વ્‍યાજ લાગશે.

(10:26 am IST)