Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

બાડમેરની સરહદ પર પાક. ઘૂસણખોરને ઠાર કરાયો

ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ : બીએસસએફનાં દળે તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે રોકાવવાની જગ્યાએ ભાગતા તેને ગોળી મારીને ઠાર કર્યો

અમદાવાદ, તા. : સીમા સુરક્ષા દળે રાજસ્થાનના બાડમેર જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા પર એક સંદિગ્ધ પાકિસ્તાની ધૂસણખોરેને ઠાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ધૂસણખોર ગુજરાત રાજસ્થાન સરહદ પર લાગેલી વાડ પાર કરતો જોવા મળ્યો હતો. જે બાદ બીએસસએફનાં એક દળે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે રોકાવવાની જગ્યાએ ભાગવા લાગ્યો. જેથી શુક્રવારે મોડી રાતે આશરે એક કલાકે સુરક્ષા જવાનોએ તેને ગોળી મારીને ઠાર કરી દીધો હતો. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જોકે, બીએસએફના જવાનોએ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.

            બીએસએફના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. બીએસએફના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. ઘૂસણખોર અંગેની માહિતી બીએસએફએ પાકિસ્તાન પાસેથી માગી છે. મહત્વનું છે કે, ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની સરહદ પાસે આવી રીતે પહેલીવાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને નજીક આવી રહ્યો છે જેના કારણે પાકિસ્તાન સરહદ પર બીએસએફ હાઈએલર્ટ પર છે. ધૂસણખોરનાં ધૂસવાને કારણે હવે બીએસએફ વધારે સતર્ક બન્યું છે. અંગે બીએસએફએ જણાવ્યુંકે, 'બીએસએફ જવાનોને આંતરરાષ્ટ્રીયસીમા પર કરતા એક પાકિસ્તાની ધૂસણખોરે જોયો હતો તેને રોકવામાં આવ્યો પરંતુ તે તારની વાડ ઓળંગીને દોડવા લાગ્યો. સૌનિકોએ ગોળી ચલાવી પરંતુ તે ઝાડીઓની પાછળ જઇને સંતાયો. તે વિસ્તારની તપાસ કરી તો તે મૃત હાલતમાં મળ્યો હતો.

(12:00 am IST)