Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જમ્‍મુ-કાશ્‍મીરના પ્રથમ લેફટેનન્‍ટ ગવર્નર તરીકે કુવિખ્‍યાત વિરપ્‍પન સામે મોરચો માંડનાર તામિલનાડૂના આઇપીએસ વિજયકુમારની પસંઘ્‍ગી

રાજકોટઃ જમ્‍મુ-કાશ્‍મીરમાંથી વિવાદીત કલમો હટાવી દેશના મુખ્‍ય પ્રવાહ સાથે જોડયા બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં શાંતિ કાયમ રહે અને કેટલાક હિતશત્રુઓ  માથું ન ઉંચકે તે માટે જમ્‍મુ-કાશ્‍મીરના પ્રથમ લેફટનન્‍ટ ગવર્નર તરીકે જાણીતા આઇપીએસ વિજયકુમારની પસંદગી થયાનું સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે ફર્સ્‍ટ લેફટનન્‍ટ ગવર્નર તરીકે પસંદગી પામેલા વિજયકુમાર તામીલનાડૂના ગૌરવરૂપ અધિકારી છે. કુવિખ્‍યાત વિરપ્‍પનને ઝબ્‍બે કરવાનું મિશન તત્‍કાલીન સરકારે તેઓને સુપ્રત કર્યુ હતુ.

(10:48 pm IST)