Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કલમ ૩૭૦ હટાવવા માટે દેશ મિઠાઇ વહેંચે છે ત્યારે આપણો પક્ષ વિરોધ કેમ કરે છે?

કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપવાસ પર

હિસાબ(હરિયાણા):કલમ ૩૭૦ અને ૩૫ એ અંગેના વિશ્વાસ પ્રસ્તાવનો સંસદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયા પછી કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ તેની સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા વિજેન્દ્ર હડ્ડા, હાંસીના મનદીપ મલિક, નિયાણાના કૃષ્ણ મંબરદાર, ભૂતપૂર્વ સરપંચ રાજેન્દ્ર મલિક , બરવાલાના બલજીત વર્મા, પ્રતાપ વર્મા , રામનિવાસ કટુઆ વગેરે એ બુધવારે કોંગ્રેસ ભવન સામે ઉપવાસ શરૂ કર્યા હતા. વિજેન્દ્રએ કહ્યું કે અમને આશ્યર્ય થાય છે કે જયારે આખો દેશ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ હટાવવા માટે મિઠાઇઓ વહેચીને ખુશી મનાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ તેનો વિરોધ દર્શાવી રહ્યો છે. પક્ષના ધણા બધા કાર્યકરો અ. વાતથી ચિંતિત છે કે આખરે કોંગ્રેસ શું વિચારીને વિરોધ પ્રદર્શિત કર્યો છેે.કોંગ્રેસના ધણા મોટા માથાઓ સરકારના આ નિર્ણયના ટેકામાં છે.

તેમણે કહ્યું કે ડોકટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઇ પટેલ , લાલબહાદુર શાસ્ત્રી અને કોંગ્રેસના ઘણા પૂર્વજોનું એક સ્વપ્ન હતું કે દેશમાં એક બંધારણ અને એક જ ધ્વજ હોય.આટલા સમય પછી હવે આ સ્વપ્ન સાકાર થયું છે. ૭૦ વર્ષ વીત્યા પછી આ ખુશીની પળ આવી છે. તો કોંગ્રેસનું વલણ સ્વતંત્ર્તા ની લડાઇમાં અંગ્રેજોને સાથ દેવા જેવું જ છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે તેઓ ઉપવાસના માધ્યમથી જાણવા ઇચ્છે છે કે પક્ષે આવું કેમ કર્યું

(3:50 pm IST)