Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

નોકરી ચાલી જવાથી હતાશ એન્જીનીયરે સળગી આત્મહત્યા કરી

સળગતો ઘેર પહોંચેલો પ્રભાત બોલ્યો... માં હવે નથી જીવવું: હ્ય્દયદ્રાવક ઘટના

નોકરી ચાલી જવાથી પરેશાન એક એન્જીનીયરી ગુરૂવારે આત્મહત્યા કરી લીધી હતી. ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં જુનીયર એન્જીનીયર તરીકે નોકરી કરતા ર૦ વર્ષીય પ્રભાતકુમારને લગભગ એક મહિના પહેલા કંપનીએ કામ ઉપર આવવા મનાઇ કરી દીધી હતી. ત્યારથી જ તે તણાવમાં રહેતો હતો ઇમ્પીયર ઓટો ઇન્ડસ્ટ્રીઝના પ્રબંધકોએ આ ઘટના સંદર્ભે વાત કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. તેના પરીવારજનોએ જણાવ્યું કે, ગુરૂવારે પ્રભાત લગભગ સવારે ૯.૩૦ વાગ્યે ઘરથી લગભગ ૧૦૦ મીટર દુર પોતાના ઉપર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ત્યાર બાદ તે ચીસો પાડતો તે પોતાના ઘર તરફ દોડયો હતો અને પાડોશીના ઘર પાસે પડી ગયો હતો. તેણે જોર-જોરથી પોતાની માંને અવાજ લગાવી હતી ત્યાં સુધીમાં પડોશીઓ પણ આવી ગયા અને પુરી વસ્તીમાં અફડાતફડી મચી ગઇ હતી. જેમ-તેમ આગ બુઝાવીને આખા શરીરે સળગી ગયેલા પ્રભાતને તાત્કાલીક એમ્બ્યુલન્સથી ટાટામેન હોસ્પીટલ પહોંચાડાયો હતો. જયાં લગભગ ૧ર.૩૦ વાગ્યે તેણે જીવ છોડી દીધો હતો. આ દરમિયાન તે સતત પોતાની જીંદગીમાં હવે કાંઇ બચ્યું નથી માટે હવે તે જીવવા નથી માંગતો તેવું બોલતો રહયો હતો. પ્રભાત ગોવિંદપુર ખાતે આવેલી ઇમ્પીરીયર ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો.

ટાટા મોટર્સમાં સતત બ્લોક કલોઝરને કારણે નાની કંપનીઓ ઉપર પણ મંદીની અસર પડી રહી છે. પ્રભાતની સાથે અસંખ્ય અન્ય કર્મચારીઓને પણ કામ ઉપર આવતા રોકી દેવાયા છે. તેની માં એ કહયું મારો દિકરો કોઇ બાબતથી દહેશતમાં હતો. એ સંભવ છે કે તેને કોઇએ ધમકાવ્યો હોય.

(3:41 pm IST)