Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જમ્મુ- કાશ્મીરમાં સાંજ સુધીમાં ફોન ચાલુ કરાશે?

વડાપ્રધાન સાથે ચર્ચા કરી અમિતભાઈ નિર્ણય લેશેઃ ૪ દિ'થી ફોન બંધઃ અમિતભાઈ સાથે રાજયપાલ મલિકે ટેલિફોનિક ચર્ચા કરી

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે આજે સવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ સાથે રાજયમાં ફોન સેવા ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું.

કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરવા પહેલાં રવિવારે ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દીધી હતી. છેલ્લા ચાર દિવસથી આ બંને સેવા બંધ છે.આજના સમયમાં ટેલિફોન  જીવનજરૂરી સેવા ગણાય છે એ હકીકત ધ્યાનમાં રાખીને ગવર્નરે કેન્દ્રને એવી વિનંતી કરી હોવાનું કહેવાય છે કે ફોન સેવા ચાલુ કરી આપો. અમિતભાઈ શાહ આજે બપોર સુધીમાં વડા પ્રધાન સાથે વાતચીત કર્યા બાદ આ અંગે નિર્ણય લેશે એમ આ માહિતી આપનારા સૂત્રે કહ્યું હતું.

(11:37 am IST)