Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મુંબઈમાં ત્રણ યંગસ્ટર્સને ‘કિકિ ચેલેન્જ’ પડી ભારે:રેલવે કોર્ટે કરી અનોખી સજા

 

મુંબઈ :હાલ યંગસ્ટર્સમાં કિકિ ચેલેન્જનો ક્રેઝ વધતો જાય છે. જેના લીધે અનેક ગંભીર અકસ્માત થયાના કિસ્સા પણ સામે આવતા રહે છે. જેથી અનેક રાજ્યોની પોલીસે અભિયાન ચલાવ્યુ હતુ. પરંતુ તેને અવગણી મુંબઈમાં વિરાર વિસ્તારના ત્રણ યુવાનો  કિકિ ચેલેન્જ કરતા પોલીસના હાથે પકડાઈ ગયા હતા. તેમજ વસઈ રેલવે કોર્ટે આ તમામને અઠવાડિયામાં 3 દિવસ વસઈ રેલવે સ્ટેશનની સફાઈનો કરવાનો દંડ આપ્યો હતો

(11:11 pm IST)