Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

દેશમાં ૭૦ ટકા શહેરી નાગરીકોમાં વિટામિન D ની ઊણપ

નવી દિલ્હીતા.૯: દેશભરના શહેરોમાં રહેતા ૭૦ ટકા નાગરિકોમાં અને ગામડામાં રહેતા ૫૦ ટકા નાગરિકોમાં વિટામીન D ની  ઉણપ હોવાથી એ લોકોમાં હાડકાનું બટકણાપણુ, વાળ ઉતરવા, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, અશકિતનો અહેસાસ, નિરાશા, ચીડીયાપણું જેવા લક્ષણો જોવા મળે છે. ભારતમાં વિટામીન D ની ઉણપ વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં ઉપરોકત બાબત નોંધવામાંં આવી છે. આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે વિટામીન... નું પ્રમાણ મિલી લીટર દીઠ ૩૦ નેનોગ્રામથી ઓછુ હોય તો તીવ્ર ઉણપ હોવાનું માનવામાં આવે. ભારતમાં એ પ્રમાણ ૧૦ મિલીગ્રામ કરતાંઓછું હોય તો વિટામીન D ની તીવ્ર ઉણપ માનવાનો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે. એને કારણે ડાયાબીટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-એટેકેની શકયતા રહે છે. જોકે દવાઓ લેવાથી વિટામીન D ની ઉણપ સરભર કરી શકાતી હોય છે. ભારતમાં ૩૬ ટકા બાળકોમાં વિટામીન .D નું પ્રમાણ મિલીલીટર દીઠ ૧૦ નેનોગ્રામ કરતાઓછું હોય છે. બાળકની મમ્મીમાં પણ વિટામીન... ની ઉણપ હોય છે. આ ઉપરાંત મમ્મીના દુધમાંથી પણ પુરતા પ્રમાણમાં વિટામીન Dમળતું ન હોવાથી ડોકટરો બાળકોને ૪૦૦ ઇન્ટરનેશનલ ટુનિટ્સ વિટામીન D નો ડોઝ આપે છે. પરેલની કિંગ એડ્વર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન અવિનાશ સુપેના  કબહેવા મુજબ વિટામિન D ની ઉણપ દુર કરવા માટે સવારના કુમળા સુર્યકિરણો ઓછામાં ઓછી વીસ મીનીટ શરીર પર પડવા જરૂરી છે. સુર્યકિરણોમાં વિટામીન D ભરપુર પ્રમાણમાં હોય છે. મુંબઇ જેવા શહેરોમાં બોલાતી જીવનશૈલીમાં એટલો વખત સુર્યપ્રકાશ માણવા જવા માટે હોતો નથી. આ ઉપરાંત બેઠાડુ કામકાજ ધરાવતા લોકોમાં પણ વિટામીન... ની ઉણપ હોઇ શકે છે. સ્કુલનાં બાળકો, નોકરિયાતો અને ગૃહિણઓમાં આ વિટામિનની ઉણપ જોવા મળેછે.

(3:42 pm IST)