Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રીનિવાસના હત્યારાને 60 વર્ષની જેલસજા : 22 ફેબ્રુઆરી 2017 ના રોજ અમેરિકાના કન્સાસમાં હત્યા કરી હતી

યુ.એસ. : ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર શ્રીનિવાસ કુચીભોટલા ના હત્યારા પૂર્વ નેવિમેન એડમ ને અમેરિકાની કોર્ટે 3 વખતની જન્મટીપ એટલેકે 60 વર્ષની જેલસજા ફરમાવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અમેરિકામાં હત્યાનો ગુનો સાબિત થવા પર 20 વર્ષની જમનટીપ આપવામાં આવે છે. એડમે 22 ફેબ્રુઆરી, 2017માં સબઅર્બન વિસ્તાર કેન્સાસ સિટીના ઓટિન્સ બારમાં કુચીભોતલાની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં ભારતીય મૂળના તેમના મિત્ર આલોક મદસાની અને કેન્સાસ નિવાસી ઇયાન ગ્રિલોટ ઘાયલ થઇ ગયા હત    સુનાવણીમાં એડમે  ગુનો કબૂલ કર્યો હતો

    - એટોર્ની જનરલ જેફ સેસન્સે સજા સંભળાવતા પહેલા કહ્યું, "આ ઘણો ઘૃણાસ્પદ ગુનો છે. તેને હવે આઝાદ રીતે ફરવાનો કોઇ હક નથી."- કુચીભોતલાની પત્ની સુનયનાએ કહ્યું, "મારા પતિ હંમેશાં બીજાનું સન્માન કરતા હતા. તે પુરિન્ટનને સમજાવવા માંગતા હતા કે અશ્વેત વ્યક્તિ શેતાન નથી હોતો. તે પણ અમેરિકાની પ્રગતિમાં મદદ કરી રહ્યો છે. હું મારા પતિ સાથે ઘણા સપનાંઓ અને આશાઓ લઇને અમેરિકા આવી હતી, પરંતુ બધું વિખેરાઇ ગયું."

    - મામલાની સુનાવણી દરમિયાન એડમે જોન્સન કાઉન્ટી જિલ્લા કોર્ટમાં કબૂલ કર્યું હતું કે રંગ, ધર્મ અને નાગરિકતાને લઇને તેણે કુચીભોતલા અને મદસાની પર હુમલો કર્યો હતો. '

(12:17 pm IST)