Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બાંગ્‍લાદેશના ઢાકામાં ફુડ એન્‍ડ બેવરેજ ફેક્‍ટરીમાં આગ ભભુકીઃ 52ના મોતઃ 30ને ઇજાઃ અનેક લોકોએ આગથી બચવા નીચે ઝંપલાવ્‍યુ

ઢાકા: બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ભીષણ દૂર્ઘટના થઇ હતી. એક 6 માળની ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોના મોત થયા છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. જીવ બચાવવા માટે કેટલાક લોકો બિલ્ડિંગમાંથી નીચે કુદ્યા હતા. આગ ફેક્ટરીની ઉપરના માળ પર લાગી હતી.

પોલીસે જણાવ્યુ કે ગુરૂવાર સાંજે 5 વાગ્યે રૂપગંજ વિસ્તારમાં સ્થિત ફૂડ એન્ડ બેવરેજ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ પર શુક્રવાર સવાર સુધી કાબુ મેળવી શકાયો નહતો. ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓએ કહ્યુ કે 25 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યુ છે. કેટલા મોત થયા છે તેના વિશે હજુ કઇ કહી ના શકાય.

દૂર્ઘટના સમયે ફેક્ટરીમાં અનેક મજૂર હાજર હતા

એક મજૂરે કહ્યુ કે આગ લાગવાના સમયે ફેક્ટરીમાં અનેક મજૂર હાજર હતા. સુરક્ષા નિયમોને ના માનવાને કારણે બાંગ્લાદેશમાં આગની ઘટનાઓ સામાન્ય વાત છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઢાકામાં કેટલાક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 70 લોકોના જીવ ગયા હતા.

સીડી પર દરવાજા બંધ હતા

એક મજૂરે જણાવ્યુ કે ત્રીજા માળ પર જ્યારે આગ લાગી તો સીડી પર લાગેલા બન્ને તરફના દરવાજા બંધ હતા. આ દરમિયાન તે માળ પર 48 લોકો હાજર હતા. એક મજૂરે કહ્યુ કે આગ લાગ્યા બાદ 13 મજૂર છત તરફ દોડ્યા હતા.

(5:08 pm IST)