Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મહારાષ્ટ્રમાં ૨૮૧ ડોકટરોએ મુખ્યમંત્રી ઠાકરેને પત્ર લખી આત્મહત્યા કરવા મંજૂરી માંગી!!

મુંબઇ, તા.૯: કોરોનાથી ભયંકરરૂપે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર ૨૮૦થી વધુ ડોકટરોએ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને પત્ર લખીને આત્મહત્યાની મંજૂરી માંગી છે. એક રિપોર્ટ અનુસાર ૨૮૧ આર્યુવેદિક ડોકટરોએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા અપમાનજનક વ્યવહારને કારણે આત્મહત્યા કરવાની મંજૂરી માંગી છે.

પત્રમાં ડોકટરોએ રાજય સરકાર દ્વારા વિશેષ રીતે કોવિડ-૧૯ મહામારી દરમિયાન આયુર્વેદિક ડોકટરો સાથે થયેલા દુર્વ્યવહારની ઝાટકણી કાઢી છે. સાથે જ પછાત આદિવાસી વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાતી પર નિરાશા વ્યકત કરતા બીએએમએસ ડોકટરોએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે દાયકાથી ૧૮ આદિવાસી જિલ્લાઓમાં લોકોની સેવા કરી રહયા છે, મોટા ભાગે અમે એવા વિસ્તારોમાં જઇએ છીએ, જયાં પાયાની સુવિધાઓ પણ નથી. પરંતુ સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે.

બીએમએસ ડોકટરોના જણાવ્યા મુજબ, તેઓ પછાત વિસ્તારોમાં સ્થાનિક લોકોની નાની-મોટી બીમારીઓ, સાપ-વીંછીના કરડવા, કુપોષિત બાળકોની સારવાર વગેરે સહિત જુદી જુદી બીમારીઓની સારવાર કરે છે. ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક તબીબો દ્વારા લખવામાં આવેલ પત્ર એક આયુર્વેદિક ચિકિત્સક સ્વપ્રિલ લોકર દ્વારા આત્મહત્યાના કર્યાના કેટલાકં દિવસો પછી આવ્યો છે જયારે એમપીએસસી (મહારાષ્ટ્ર લોક સેવા આયોગ)ની પરીક્ષા પાસ કરવા છતાં તેમને પોસ્ટિંગથી વંચિત રાખવામાં આવ્યા હતા. પોતાના જીવનને ટૂંકાવવાની મંજૂરી માંગવાવાળા પત્ર પર સહી કરનારામાંથી એક ડો. શેષરાવ સૂર્યવંશીએ જણાવ્યું કે રાજય સરકાર આ નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં સેવા કરનારા પોલીસ અને સરકારી અધિકારીઓને વિશેષ પ્રોત્સાહન ભથ્થું આપે છે, જયારે કે ડોકટરોને સમાન લાભથી વંચિત કરવામાં આવે છે અને વેતનના રૂપમાં ફકત ૨૪ હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.

(3:55 pm IST)