Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

માઇક્રોસોફટ એ આપી ચેતવણી! તાત્કાલિક તમારા વિન્ડોઝ-પીસીને અપડેટ કરોઃ નહીં તો લોચા પડશે

માઇક્રોસોફટ પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છેઃ જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિકયોરિટી પણ જળવાઈ રહે છે

નવી દિલ્લી, તા.૯: માઇક્રોસોફટ પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છે. જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિકયોરિટી પણ જળવાઈ રહે છે. તેવામાં માઇક્રોસોફટએ તેના યુઝર્સને પોતાની સિસ્ટમ અપડેટ કરવા ખાસ સૂચન કર્યું છે. આ અપડેટમાં કેમ છે મહત્વની આવો જાણીએ.

માઇક્રોસોફટએ પોતાની WINDOWSના યુઝર્સને સિસ્ટમ અપડેટ કરવા કહ્યું છે. આ અંગે કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અપડેટ કરવામાં વિલંબ ન કરવો. MICROSOFTએ WINDOWS યુઝર્સ માટે અરજન્ટ સિકયોરિટી અપડેટ જાહેર કરી છે. આ અપડેટને ઈન્સ્ટોલ ન કરવામાં આવતા તમારું PC હેકિંગનો શિકાર બની શકે છે.

આ અપડેટ ઈન્સ્ટોલ કરવાથી WINDOWSમાં PRINT NIGHTMARE સિકયોરિટી ઈશ્યુને ફિકસ કરી શકાશે. આ ઈશું અંગે રિસર્ચરે ગત સપ્તાહે રિપોર્ટ આપ્યો હતો. MICROSOFTએ વધુમાં કહ્યું કે સિકયોરિટી અપડેટને ૬ જુલાઈના જાહેર કરવામાં આવી હતી. આને CVE-૨૦૨૧-૧૬૭૫ અને અન્ય બીજા રિમોટ કોડ એગ્ઝીકયુશન એકસપ્લોઈટને WINDOWS PRINT SPOOLER સર્વિસને સુરક્ષા આપવામાં આવી છે. WINDOWS PRINT SPOOLERને જ PRINT NIGHTMARE કહેવામાં આવે છે.

આપને જણાવી દઈએ તે ગત સપ્તાહે રિસર્ચરે જણાવ્યું હતું કે PRINT NIGHTMAREમાં કેટલીક ખામી છે. આ કારણે હેકર્સ તેનો ખોટો ફાયદો ઉપાડે છે. તેઓ રિમોટ કોડ એગ્ઝીકયુટ કરી શકે છે. આથી તેઓ કોઈ પણ પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરી શકે છે. આ સિવાય તેઓ નવા એકાઉન્ટ્સ પણ એડમિન રાઈટ સાથે બનાવી શકે છે. આથી કોઈ પણ મોટા હેકિંગની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. આ ઈશુ સામે આવ્યા બાદ માઈક્રોસોફ્ટે આના પર ધ્યાન આપ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે રિમોટ કોડને ત્યારે એગ્ઝીકયુટ કરવામાં આવી શકે છે જયારે WINDOWS PRINT SPOOLER સાચી રીતે કામ નથી કરતું.

હેકર્સ આનો જ ફાયદો ઉપાડી શકે છે. નવા સિકયોરિટી પેચ સાથે MICROSOFTએ આ ઈશુને ફિકસ કર્યો છે. જો તમે પણ WINDOWS યુઝર છો તો તમે તમારા PCના તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. કંપનીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમામ WINDOWS વર્ઝન આ સિકયોરિટી ઈશુનો શિકાર થઈ શકે છે. આ માટે અપડેટ ઈન્સ્ટોલ કરવી જરૂરી છે.

(3:52 pm IST)