Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમારી નીતિ પ્રમાણે જ કરીશું કામ : નહી તો બંધ કરી દેશું

દિલ્હી હાઇકોર્ટમાં વોટ્સએપનો જવાબ

નવી દિલ્હી તા. ૯ : દેશ અને દુનિયામાં સૌથી વધારે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના ભારતમાં પણ કરોડો યુઝર્સ છે. સરકારની વિરુદ્ઘ નવા નિયમોના વિરોધમાં વોટ્સઅપે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વોટ્સએપે સરકાર પાસે માંગ કરી છે કે નવા રેગ્યુલેશન્સ લાગુ ના કરવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપને પૂછ્યું કે, તમારા પર આરોપ છે કે તમારી પ્રાઇવસી પોલિસી યુરોપ માટે અલગ અને ભારત માટે અલગ છે. તમને આ જ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. શું તમે કયાંય પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે? વોટ્સએપે હાઈકોર્ટને જણાવ્યું કે, તેણે નવી પ્રાઇવસી પોલિસી પર અત્યારે સ્વૈચ્છિક રોક લગાવી છે. વોટ્સએપે કહ્યું કે, જયાં સુધી ડેટા પ્રોટેકશન બિલ લાગુ ના થઈ જાય ત્યાં સુધી તે પોતાની ક્ષમતાઓ સીમિત નહીં કરે.

કોર્ટે પૂછ્યું કે, આ અરજીમાં પણ કયાંય પર પણ તમે આ વાત કહી છે? આ જ એક બોટલનેક છે. શું તમે કયાંય પર પણ કહ્યું છે કે બંનેમાં અંતર નથી? સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ વોટ્સએપ તરફથી કહ્યું છે કે, આનો એક જેનરિક જવાબ છે. પહેલા સંસદને પર્સનલ પ્રોટેકશન બિલ જાહેર કરવા દેવામાં આવે. જો તેઓ મને મારી નીતિની સાથે પરવાનગી આપશે તો હું ભારતમાં કામ કરીશ, નહીં તો પોતાની દુકાન બંધ કરી દઇશ, પરંતુ જયાં સુધી સંસદ કાયદો નથી બનાવતા, આના માટે કેમ દબાવ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોમ્પિટિશન કમિશને વોટ્સએપની નવી પ્રાઇવસીને લઇને તપાસના આદેશ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૩૦ જુલાઈના આગામી સુનાવણી થવાની છે. હાઈકોર્ટે કહ્યું કે, વોટ્સએપને પૂછ્યું છે કે તમારી વિરૂદ્ઘ આરોપ લગાવવામાં આવ્યો છે કે તમે ડેટા એકત્ર કરીને બીજાઓને આપવા ઇચ્છો છો. જે તમે બીજી પાર્ટીની સહમતિ વગર ના કરી શકો. આરોપ એ પણ છે કે ભારત માટે તમારી પાસે એક અલગ માપદંડ છે. શું ભારત અને યુરોપ માટે અલગ-અલગ નીતિ છે?

કંપનીએ કહ્યું કે, મેં ખાતરી આપી છે કે સંસદથી કાયદો આવવા સુધી હું કંઈ નહીં કરું. જો સંસદ મને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની પરવાનગી આપે છે તો અમે એ પણ બનાવી દેશું. જો આવું નથી થતું તો હું આના પર પણ વિચાર કરીશ. CCI એ નીતિની તપાસ કરી રહ્યું છે, જો સંસદ મને ડેટા શેર કરવાની પરવાનગી આપે છે તો CCI કંઈ ના કહી શકે.

(3:17 pm IST)